ચલથાણ : દુર્ગાષ્ટમી દિને સુરતનુ કડોદરા નગર ભક્તિમય બનવા પામ્યુ

આરાસુર દેવી માં જગદંબાના નવરાત્રી પર્વના દુર્ગાષ્ટમી દિને સુરતનુ કડોદરા નગર ભક્તિમય બનવા પામ્યુ હતુ વિવિધતામા એકતાના દર્શન કરાવતા કડોદરા નગરની સોસાયટીઓમાં ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા દેવી નવદુર્ગા ના પડાલો મા આરતી સાથે ધન્યતા તેમજ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા તમામ ની સુખકારી માટે પ્રાર્થના કરી હતી.
નવલી નવરાત્રીના નવ દિવસ સાથે ગરબાની રમઝટ દરેક ગુજરાતી માટે રાહ જોવડાવતી પળ બની રહે છે વિશેષ કરીને ઉત્તમ ફળ આપનાર દુર્ગાષ્ટમી નો આઠમનો પર્વ હોમ હવન સાથે માતાજીની આરાધના કરવા માટે શ્રેષ્ઠત્તમ મનાય છે ત્યારે વિવિધતામા એકતાના દર્શન કરાવતા સુરતના કડોદરા નગર ખાતે માય ભક્તો દ્વારા માતારાની ને સ્થાપિત કરવામાં આવેલ પડોલોમા આરતી કરવા પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ વિસ્તારના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમણે દરેક પડાલોમા આરતીનો લાભ લીધો હતો જોકે આઠમનો દિવસ હોય આખા દિવસ દરમ્યાન દરેક સોસાયટીઓમાં આવેલ મંદિરો તેમજ માતાજીના પડાલોમાં પૂજા અર્ચન સાથે હોમહવન પણ રાખવામાં આવ્યો હતો કડોદરા નગર મધ્યે સ્થિત માં ખોડીયાર મંદિર ખાતે પાલિકા કારોબારી અધ્યક્ષ અંકુરભાઇ દેસાઈ દ્વારા હવન ની વૈદિ પર માતારાની ને આઠમનો ભોગ ધરાવવામાં આવ્યો હતો જ્યા દેવી નવદુર્ગાનાં ગૌરી સ્વરૂપને આઠમના દિવસે વિશેષ અબીલ, ગુલાલ, કકુ, ગુગર, હોમપડી સાથે ફળ ઇત્યાદિ અર્પણ કરાયુ હતુ જેમની સાથે નગરસેવકના પરપોત્ર એવા માતાજીના બાલભક્તે પણ પૂજામાં બેસી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જે પ્રસંગે બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન કુંડમા પવિત્ર સામગ્રી હોમવામા આવતા વિશેષ સુંગધ નો અહેસાસ ઉપસ્થિત ગ્રામજનોએ કર્યો હતો.
આઠમના દિને સમષ્ટ કડોદરા નગર શક્તિ ની ભક્તિમાં લીન રહેતા વિવિધતામાં એકતા તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના સાક્ષાત દર્શન જોવા મળ્યા હતા ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા ક્રિષ્ના નગર,મહાલક્ષ્મી સોસાયટી,શ્રીનિવાસ ગ્રીન સીટી તેમજ મહાદેવ નગર સોસાયટી ખાતે માતાજીના પડાલોમા જઈ આરતી નો લાભ લીધો હતો જે પ્રસગે સંગઠન પ્રમુખ શૈલેષભાઈ શ્રીવાસ્તવ,ઉતર ભારતીય સેવા સંઘના પ્રમુખ અજીતસિંહ તેમજ પાલિકા પ્રમુખ સહિતના તમામ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
મિની ભારત મનાતા કડોદરા નગર ખાતે રાત્રી આરતી સાથે માતાનો જયજયકાર ગુંજી ઊઠ્યો હતો દરેક સોસાયટીઓમાં ઉપસ્થિત રહેલા દેશના તમામ રાજ્યોમાંથી આવતા માતારાની ના ભક્તોએ માતાજીની આરાધના માટે કોઈ કસર રાખી ન હતી શુ ભાષા..? શુ ધર્મ...? શુ પક્ષ..? શુ વિપક્ષ..? અહીંયા સૌવ કોઈ ઉપસ્થિત રહ્યા હતા જેમણે માતાજીના પુત્ર ની ભાવના કેળવવાની સાથે માતારાની સૌવ કોઈને સુખ,શાંતિ,તંદુરસ્ત આરોગ્ય તેમજ દરેકની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી જે અતૂટ શ્રધ્ધા તેમજ સાચા હ્રદય સાથે કરાયેલ પ્રાર્થના આજરોજ નવમી નવરાત્રીએ આદ્યશક્તિ માતા સિદ્ધિદાત્રી દેવી પૂર્ણ કરશે જેમા કોઈ બે મત નથી.