ચલથાણ : પલસાણા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત શસ્ત્ર પુજન કરાયુ

વિજયાદશમી પર્વે ને લઈને સમગ્ર સુરત જિલ્લાના પોલીસ સ્ટેશનો પર શસ્ત્ર પુજન કરાયુ હતુ જેને લઈને બારડોલી વિભાગીય પોલીસ સ્ટેશનોમા આવતા કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન તેમજ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત શસ્ત્ર પુજન કરાયુ હતુ.
ગુનાખોરી ને ડામવા સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ મક્કમ છે ત્યારે પોલીસ કર્મીઓ માટે પોતાની તેમજ સમાજની રક્ષા હેતુ શસ્ત્ર પણ એટલા જ મહત્વપૂર્ણ મનાય છે જેને લઈને બારડોલી વિભાગીય પોલીસ સ્ટેશનોમાં આવતા કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન તેમજ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પુજા સમ્પ્પન કરાઈ હતી.
કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનનાં પી.આઈ. હેમંત પટેલ દ્વારા તો પલસાણા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ ચેતન ગઢવી દ્વારા દશેરાના શુભ મુહૂર્ત દરમિયાન શસ્ત્ર પુજન કરાયુ હતુ પોલીસ જવાનો માટે જરૂરી રાયફલો તેમજ કાર્ટૂસ ને વિધિવત રીતે પોલીસ સ્ટેશનોમાં સ્થાપન કરી પુજન કરાયુ હતુ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુજા અર્ચન દરમિયાન કડોદરા તેમજ પલસાણા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા તમામ વર્ગના પોલીસ જવાનો તેમજ મહીલા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
અસત્ય પર સત્યની જીત તથા અધર્મ પર ધર્મ ની જીત આપનારા વિજ્યાદશમીનાં શુભ પર્વ નિમિત્તે અન્યાય તેમજ અત્યાચાર વિરુદ્ધ ખડે પગે સમાજની જવાબદારી નિભાવી દરેકને ન્યાય અપાવનારા પોલીસ જવાનોએ પોતાના શસ્ત્રોની પુજા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સપન્ન કરી હતી.