જૂનાગઢ : જિલ્લા પંચાયત અને પાલિકામાં વર્ગ -૩ની સીધી ભરતી કરવા માંગ

છેલ્લા 4.5 વર્ષથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખૂબજ અગત્યની ગણાતી એવી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ -૩ અને ફીમેલ હેલ્થ વર્કર વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ . છેલ્લે 24 નવેમ્બર 2016 માં જીલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી કર્યા બાદ કોઈ સીધી ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી .જેથી ઉમેદવારોની વધતી જતી ઉંમર અને બેરોજગારી તેઓને દિવસ - રાત સતાવે છે. વાલીઓ એ કાળી મજુરી કરીને ખૂબ મહેનતથી ભણાવ્યા છે . મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ -૩ ની 2200 અને ફીમેલ હેલ્થ વર્કર વર્ગ -૩ 3300 જગ્યાઓ પહેલાથી જ ખાલી હોવા છતાં છેલ્લા 4.5 વર્ષથી સીધી ભરતી કરવામાં આવી નથી .
આ સ્ટાફની ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ ઘટ છે અને કોરોના મહામારી સંદર્ભે નિષ્ણાંતો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે હજી કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે જેમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જમી શકે છે જેમાં બાળકો પણ ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમિત થઈ શકે છે.ઉમેદવારો એ વધુમાં જણાવ્યું હતું કે કે છેલ્લા સાત - આઠ વર્ષથી સરકારશ્રી દ્રાર કોન્ટ્રાકટ બેઝ અને આઉટસોર્સિગ એમ ખાનગી એજન્સીના માધ્યમથી જુદી જુદી જીલ્લા પંચાયત દ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11 માસના કરાર આધારીત ભરતી કરવામાં આવે છે જેમા શોષણ , અપુરતો પગાર અને લાચારી સીવાય અમને બીજુ કશુજ મળતું નથી ..સીધી ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારને હળહળતો અન્યાય છે કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોસિંગ ના માધ્યમથી કરવામાં આવતી ભરતી અને આ સંપૂર્ણ સિસ્ટમ કાયમી ધોરણે બંધ કરવામાં આવે.