જામનગર : ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં દેખાવો કરાયો

તાજેતરમાં પશ્ચિમ બંગાળની ચુંટણી દરમ્યાન અને ચુંટણી બાદ તેના પરિણામ બાદ ટીએમસીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરતાઓ પર હુમલો અને અત્યાચાર કરી અનેક કાર્યકરતાઓની નિર્દયી હત્યા નીપજાવવામાં આવી હતી જેનો સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગર જીલ્લા ના કાલાવડ માં પણ વિરોધ કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. અત્રે નોંધનીય છે કે, ચૂંટણી બાદ ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં માત્રને માત્ર ભાજપને અને ભાજપના પાયાના કાર્યકર્તાઓને નિશાન બનાવીને હિસંક હુમલા કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણીના પરિણામો બાદ ભાજપના 11 કાર્યકરો માર્યા ગયા છે. જેનો ભારતીય જનતા પાર્ટી સખત વિરોધ કરે છે...ટીએમસી ના વિરોધમાં જામનગર ના ભાજપ ના સાંસદ પુનમબેન માડમ , મેઘજીભાઈ ચાવડા પુર્વ ધારાસભ્ય કાલાવડ , જગદીશભાઈ સાંગાણી આરોગ્ય સમિતિ ના ચેરમેન જીલ્લા પંચાયત જામનગર , ગાંડુબાપા ડાંગારીયા , મનોજ જાની જિલ્લા મહામંત્રી , કશિયપ વૈષ્ણવ શહેર પ્રમુખ,અજમલ ગઢવી નગરપાલિકા પ્રમુખ,એમ.પી.ડાંગરિયા કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ , અભિષેક પટવા મહામંત્રી શહેર , હસુંભાઈ વોરા પૂવ શહેર પ્રમુખ , જમનભાઈ તારપરા હિરપરા કન્યા છાત્રાલય પ્રમુખ , સંજય ડાંગરિયા જેપીએસ સ્કૂલ પ્રમુખ, વલ્લભભાઈ સાંધાણી, નાનજી ચોવટિયા નગરપાલિકા ના સદસ્ય સહિત અન્ય ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો તેમજ કાર્યકરો