નવસારી : એસ.ઓ.જી. પોલીસે ગેરકાયદેસર ચાલતું ગેસ રેફીલિંગ ઝડપી પાડ્યું

નવસારી એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે વાંસદામાંથી ગેરકાયદેસર ગેસ બાટલો રિફીલીંગ કરી વેચાણ કરતા એક ઈસમ ઝડપાયો
વાંસદામાંથી ગેરકાયદેસર ગેસ બાટલો રિફીલીંગ કરી વેચાણ કરતા એકને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
નવસારી સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસને બાતમી મળી હતી કે, ઉનાઇ ગ્રામપંચાયત ઓફિસની લાઇનમાં નિજાનંદ રોડ ઠાકોરલાલ ભાવસાર નામની કાપડની દુકાનની પાછળ રહેણાંક મકાનના વાડામાં યોગેશચંદ્ર ઠાકોરભાઇ ભાવસાર નામનો ઇસમ લાયસન્સ-બીલ વગર ગેસના બોટલ રાખ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ધટના સ્થળે છાપો મારતા 13,500 રૂપિયાના ભારત ગેસ કંપનીના ખાલી તથા ભરેલા ગેસ સિલીન્ડર, 11 હજાર રૂપિયાના એચ.પી. ગેસ કંપનીના ખાલી તથા ભરેલા ગેસ સિલીન્ડર, 12,800 રૂપિયાના સુપરગેસ કંપનીના ખાલી ગેસ સિલીન્ડર, 4 હજાર રૂપિયાના શેલ ગેસ કંપનીના ખાલી ગેસ સિલીન્ડર, 800 રૂપિયાના પુરી ગેસ કંપનીના ખાલી ગેસ સિલીન્ડર, 850 રૂપિયાના ભારતગેસ કંપનીના ગેસ ભરેલા સિલીન્ડર, 1 હજાર રૂપિયાના લોખંડનું ત્રાજવુ તથા વજનિયા, 200 રૂપિયાના ગેસના બાટલા ભરવાની બાસુરી પાઇપ, 150 રૂપિયાના પીન, 200 રૂપિયાના ગેસ બોટલ વાલ્વ ખોલવા માટેનું સ્ક્રુ ડ્રાયવર અને 60 રૂપિયાના ગેસના બાટલાની નીપલ ખોલવાનું સ્ક્રુ ડ્રાયવર મળી કુલ્લે 44,560 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વાંસદા તાલુકાના નિજાનંદ રોડ પર ઉનાઇ ગ્રામ પંચાયત ઓફિસની લાઇનમાં રહેતા યોગેશચંદ્ર ઠાકોરભાઇ ભાવસારને ઝડપી પાડી આગળ ની કાર્યવાહી વાંસદા પોલીસ કરી રહી છે