પંચમહાલ : ગોધરાના એક તલાટીએ કર્યો ખાલી માચીસના ખોખાનો કલેશન

"શોખ ભી બડી અજીબ ચીજ હૈ"


તમે માચીસ ને વાપર્યા પછી ફેંકી દો છો પણ ગોધરાના એક તલાટી કે જેઓ રસ્તા પર ઉકેડા માં જઈને ખાલી માચીસ ના ખોખા વિણી તેનું કલેક્શન કરે છે એક બે નહીં બે લાખ માચીસ ના ખોખા તે પણ અલગ અલગ પ્રકારના 27000 જેટલા અલગ-અલગ પ્રકારના માચિસ ના બોક્સ ગોધરાના શાંતિલાલ પરમાર પાસે છે આ માચિસ ના બોક્સ જેને આપણે ગુજરાતમાંછાપો તરીકે ઓળખીયે છે આ છાપો મા ગુજરાત જ નહીં દેશ વિદેશ બી અનેક માચીસ બોક્સ ભેગા કર્યા છે તેમાં પણ માગો તે વેરાઈટી જોવા મળે છે એ ચાહે ફિલ્મી કલાકાર હોય દેશના નેતાઓએ કે પછી આપણા ક્રિકેટર હોય એટલું જ નહીં દેશના જોવાલાયક સ્થળોની છાપો પણ જોવા મળે છે તેમની આ કલા વિશે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને આજના પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમનું આ કલેક્શન નિહાળ્યું છે એટલું જ નહીં તેઓ નવા ૨૭ હજાર જેટલી અલગ અલગ વેરાઇટી ની છાપો તેઓએ દેશ-વિદેશમાં પ્રદર્શિત કરી છે જે માચીસ બોક્સ અને આપણે કચરો સમજીને ફેકી દઈએ છે તેવા કચરાએ શાંતિલાલ પરમાર એક આગવી ઓળખ આપી છે લતા મંગેશકર સચિન તેંડુલકર ચાર્લી ચેપ્લિન દેશના પુરાતત્વ ખાતા ના અનેક monuments પણ આ છાપો માં જોવા મળે છે તેઓની પાસે ભારતના દરેક રાજ્યની ઓળખ થાય તેવી છાપ ઓપણ કલેક્શનમાં છે એટલું જ નહીં વિદેશની માચીસ પણ અલગ અલગ કલરની અલગ અલગ ડિઝાઈનની જોવા મળે છે તેઓનું આ કલેક્શન જોઈને એવું લાગે કે આ માણસને શોખ છે કે ગાડપણ જ્યારે એક એક છાપની વિગતવાર માહિતી આપે છે ત્યારે ખબર પડે છે કે આ છાપનું મહત્વ કેટલું છે . આમ તો શાંતિલાલ પરમાર ને નાનપણથી જ છાપવી ને ભેગી કરવાનો શોખ હતો પરંતુ નોકરીએ લાગ્યા પછી પણ નોકરીને છૂટીને આવે ત્યારે તે રસ્તા પરથી છાપો ઉઠાવતા ઉકેડા માં જઈને છાપ છોડતા અને મિત્ર વર્તુળ પાસેથી પણ કલેક્શન ભેગું કરતા આજે તેઓ નું કલેક્શન બે લાખ જેટલી છાપો માં પરિવર્તિત થયું છે તેમાંથી અલગ-અલગ વિષયવસ્તુ જુદી પાડીને તેઓની પાસે 27000 છાપો નું કલેક્શન ભેગું થયું છે અને તે પણ એક જેવી બીજી નહીં...