પ્રધાનમંત્રી મોદીનું દેશને સંબોધન - વેક્સિનને લઈને આપ્યું નિવેદન

પ્રધાનમંત્રી મોદીનું દેશને સંબોધન - વેક્સિનને લઈને આપ્યું નિવેદન

પ્રધાનમંત્રી મોદીએ આજે સાંજે 6 કલાકે દેશને સંબોધન કર્યું હતું। કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં લોકોને હજી પણ સાવચેત રહેવાની વાત કરી હતી. અને કોરોનાની વેક્સિનને લઇને જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાની વેક્સિનનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે દેશવાસીઓને ઝડપથી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દેશના વૈજ્ઞાનિકો વેક્સિન માટે દિવસ - રાત તન તોડ મહેનત કરી રહ્યાં છે જેમાં કેટલીક વેક્સિન આશાસ્પદ પણ છે.
આજ સુધી આપણે તમામ ભારતીયોએ બહુ લાંબી સફર ખેડી છે. ધીમે ધીમે જીવનને ગતિ આપવા માટે હવે કેટલાક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. તો તહેવારોની ઉજવણી દરમિયાન બજારોમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે પરંતુ આપણે એ યાદ રાખવું જોઇએ કે લૉકડાઉન ગયું છે વાયરસ નથી ગયો। ભારતમાં 12000 ક્વોરન્ટાઇન સેન્ટર છે તો 2000 થી વધુ લેબમાં કોરોના વાયરસના કેસના ટેસ્ટિગ કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે કેસની વધતી સંખ્યા વચ્ચે તેના ટેસ્ટિંગમાં કરાયેલો વધારો એ આપણી તાકાત છે. ડોક્ટર્સ, આરોગ્ય કર્મીઓ તથા અન્ય ઘણા લોકો કોરોના સામેની જંગમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. પ્રત્યેક ભારતીઓના છેલ્લા 7 - 8 મહિનાઓમાં થયેલા પ્રયાસથી ભારત આજે સારી સ્થિતિમાં આવી રહ્યું છે આપણે તેને બગડવા દેવાનું નથી અને વધુ સુધારો કરવાનો છે આજે દેશમાં રિકવરી રેટ સારો છે તો મૃત્યુદર પણ ઓછો છે. તમારી એક ભૂલ પરિવારની મુશ્કેલી વધારશે। ઘણા લોકોએ હવે સાવચેતી રાખવી બંધ કરી દીધી છે. જે યોગ્ય નથી. જો તમે બેદરકાર છો, માસ્ક વિના જાઓ છો, તો પછી તમે તમારી જાતને, તમારા પરિવારને, તમારા બાળકોને, વૃદ્ધોને મુશ્કેલીમાં મુકશો. જ્યાં સુધી કોરોનાં સામેની લડાઈમાં સફળતા પુરી નહિ મળે ત્યાં સુધી લાપરવાહી રાખવાની નથી. જ્યાં સુધી મહામારીની વેક્સીન નહિ આવે ત્યાં સુધી આપણી લડાઈને નબળીપાડવા દેવાની નથી. તમે જાણતા હશો કે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં જ્યાં કોરોનના કેસો ઘટી રહ્યા હતા ત્યાં અચાનક ફરી કેસો વધવા લાગ્યા છે