ભરૂચ : નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની

ભરૂચ નગર પાલિકાની મેરેથોન સમાન્ય સભા ત્રણ કલાક કરતાં વધુ સમય ચાલી હતી. આ સામાન્ય સભા અભૂતપૂર્વ તોફાની સાબિત થઈ હતી. AMIM ના સભ્ય દ્વારા તેમનો મહત્વનો મુદ્દો ખોટી રીતે રજૂ કરતાં સભા તોફાની બની ગઇ હતી એક તબ્બકે સાશક ભાજપ કોંગ્રેસ અને વિપક્ષ કોંગ્રેસ એક થઈ ગયા હતાં લગભગ 40 કરતાં વધુ મિનિટ સુધી ઉગ્ર વાતાવરણ રહ્યું હતું. જેમાં નગરપાલિકા કર્મચારીઓએ પણ ઉગ્ર વિરોધ કર્યોં હતો.
ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા નગર પાલિકા સભાખડ ખાતે પ્રમુખ અમિત ચાવડા ની અધ્યક્ષતા માં યોજાઈ હતી જેમાં શરૂઆતમા સોખડા નાસ સંત સ્વામી હરિપ્રસાદ ના અવસાન અંગે સભામાં મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. ત્યારબાદ શરૂ થયેલ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા અભૂતપુર્વ તોફાની સાબિત થઈ હતી . આ સભામાં એમઆઈએમના વોર્ડ ન 10ના ચૂંટાયેલા સભ્ય ફહીમ શેખે પાલિકા ની મૂલદ ડમ્પીગ સાઈટ પર કર્મચારી દ્વારા ભષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ચાલુ સભામાં કરતા વાતાવરણ ગરમાયુ હતુ . એક તબક્કે એએમઆઈએમના સભ્ય ફહીમ શેખ અને શાસક ભારતીય જનતા પાર્ટીના સભ્યો આમને સામને આવી ગયા હતા . આવા તોફાની વાતાવરણમાં વિપક્ષ તરીકે કોંગ્રેસના સભ્યોએ વાતાવરણ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો . તેમણે પણ એએમઆઈએમના સભ્યને સંયમ રાખવાની અપીલ કરી હતી . મુદ્દો ગંભીર હતો તો તેની સામે જે રીતે એઆઈએમના સભ્યએ આક્ષેપબાજી , કરી હતી તે પણ યોગ્ય ન હોવાના પગલે વાતાવરણ ખુબ ઉગ્ર બન્યુ હતું AMIM ના સભ્ય ફહીમ શેખે ડમપીંગ સાઈટ પર અન્ય પચાયતો દ્વારા કરાતા કચરાના ડમપીંગ અને તેમાં કર્મચારી દ્વારા કઠિત ભ્રષ્ટાચારની રજુઆત કરતાં નગરપાલિકા ની સભાનું વાતાવરણ ગરમાયું હતું ... શાસક પક્ષના લગભગ તમામ સભ્યો ઉભા થઈ ગયા હતા આ વાતાવરણ શાંત થયા બાદ સભાની કામગીરી આગળ વધી હતી શાસક ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને નગરપાલિકા ના કર્મચારીઓનો એક મત થયો હતો.પ્રમુખ અમિત ચાવડાએ દરમિયાનગીરી કરતાં વાતાવરણ શાંત થયું હતું. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષ દ્વારા ત્રિમાસિક હિસાબના મુદ્દે શાસક પક્ષ ને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.. જેમાં મુખ્યત્વે વેક્યુમ ક્લીનરની આવક કેમ ઓછી થઈ તેમજ પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ કે જે બંધ હોવા છતાં કેમ જંગી ખર્ચ કેમ બતાવવામાં આવ્યો હતો બાદ વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે જણાવ્યુ હતુ કે , બંધ બારણે બેઠક કરવામાં અમને કોઈ રસ નથી . પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ ગત રાત્રિના સમયે રોડ પર જાતે ઉભા રહીને ખાડા પુરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ . આ બાબત નગરપાલિકાની બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો હતો તે વખતે વિરોપક્ષના નેતાએ એવી ટકોર કરી હતી કે , જો અગાઉના હોદ્દેદારો એ તકેદારી રાખી હોત તો પ્રમુખે રાત્રિના સમયે ખાડા પુરવાની મહેનત ન કરવી પડી હોત . વિપક્ષ ના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યુ હતુ કે , સેવાશ્રમ રોડ , સ્ટેશન રોડ આ રસ્તા પર છેલ્લા ૨૫ વર્ષથી વરસાદના પાણીનો ભરાવો થાય તે નગરપાલિકા માટે કલંક સમાન છે , ભારતીય જનતા પાર્ટીએ આ નોંધ લેવી જોઈએ . કોગ્રેસના સભ્ય સલીમ અમદાવાદીએ જણાવ્યુ હતુ કે , ભરૂચ નગરના તમામ પ્રવેશ દ્વાર પર બ્યુટીફીકેશન થવુ જરૂરી છે તેમણે એમ પણ સલાહ આપી કે ભરૂચ નગરના તમામ પ્રવેશદ્વારો પર બ્યુટીફીકેશનનું કામ થવું જોઈએ , વિરોધપક્ષના નેતા સમશાદઅલી સૈયદ અને હેમેદ્ર કોઠીવાલાએ જણાવ્યુ હતુ વિપક્ષી સભ્યોએ સમય મર્યાદા મા પ્રશ્નો આપ્યા હતાં તેમ છતાં એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યા ન હતાં જોકે શાસકપક્ષના રાજશેખર તેમજ નરેશ સુથારવાલા એ વારંવાર જણાવ્યું કંતુ કે , તમારા તમામ મુદ્દાઓની ચર્ચા કરીશુ તેમ છતાં લાંબા સમય સુધી વિરોધપક્ષના સભ્યોએ પોતાની જીદ છોડી ન હતી વિરોધપક્ષના સિનિયર સભ્ય ઍવા સલીમ અમદાવાદીએ જણાવ્યુ હતુ કે , સુરત જેવા શહેરોમાં આર.સી.સી.નું પ્લેટફોર્મ બનાવી તેની કચરા પેટી મુકવામાં આવે છે જે પદ્ધતિ અપનાવવી જોઈએ આ સાથે ફ્લાય ઓવરબ્રિજ BSNL થી શરૂ કરવા, ભૂગર્ભ ગટર યોજનામા જોડાણ અંગેના ચાર્જ અને ગંદા પાણી માંથી નગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવનાર જંગી આવક અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..