ભરૂચ : પત્રકારોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે મિથેલીન બ્લુ નું વિતરણ

હાલ કોરોના કહેરથી વધતા જતા સંક્રમણમાં મિથેલીન બ્લ્યુ એક અકસીર દવા તરીકે આશાનું કિરણ બની છે. ભરૂચમાં માનવ સેવા યજ્ઞ ઘ્વારા પત્રકારોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે વિના મૂલ્યે મિથેલીન બલ્યુ નું વિતરણ કરાયું હતું.
કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા વ્યક્તિને તેના મોંઘાદાટ સારવારનો ખર્ચ પરવડે તેમ નથી. અનેક લોકો સારવારના અભાવે મૃત્યુના મુખમાં ધકેલાય છે. તો કેટલાક આર્થિક મહામારીનો ભોગ બને છે. આવા કપરા સમયમાં કોરોનાની સારવાર અને કોરોનાની અસર ન થાય તે માટે મિથેલીન બ્લ્યુ એક અસરકારક દવા તરીકે ઉભરી રહી છે. ભરૂચમાં માનવ સેવા યજ્ઞ ના માધ્યમથી બી.કે.પટેલ, અભિષેકસિંહ ગોહિલ અને પ્રયાગસિંહ રાજ ત્રણ મિત્રોએ સેવા યજ્ઞની શરૂઆત કરી આમ જનતામાં વિના મૂલ્યે મિથેલીન બ્લ્યુ વિતરણ કરવાની શરૂઆત કરી છે. જેના સારા પરિણામો બહાર આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના વિસ્ફોટક બન્યો છે. મૃત્યુ દરમાં પણ વધારો થયો છે. હોસ્પિટલોમાં બેડ નથી મળતા, દવાઓ, ઇન્જેકશનો અને ઓક્સિજનનો અભાવ છે. તેવા સમયે મિથેલીન બ્લ્યુ ભરૂચ જિલ્લાના લોકો સુધી પહોંચાડી કોરોનાની ચેઇનને તોડવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે. અત્યાર સુધી 50 હજારથી વધુ મિથેલીન બ્લ્યુની બોટલો લોકો સુધી પહોંચાડી છે.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીએ તેના સૈનિકોના સ્વાસ્થ્ય માટે મિથેલીન બ્લ્યુનો ઉપયોગ કર્યો હતો. જેના ચમત્કારી પરિણામો મળ્યા હતા
મિથેલીન બ્લ્યુ એક અસરકારક દવા તરીકે ઉભરી રહી છે.
જેના ઘણા સારા પરિણામો મળતા લોકોના સારા પ્રતિભાવો પણ મળી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં પત્રકારો કોરોના મહામારી વચ્ચે પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જીવના જોખમે સમાજને રોજે રોજની સ્થિતિથી અવગત કરાવતા પત્રકારોને કોરોના સામે રક્ષણ મળે તે માટે માનવ સેવા યજ્ઞ ઘ્વારા શક્તિનાથ ખાતે વિના મૂલ્યે મિથેલીન બ્લ્યુનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પત્રકાર સંઘના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા
મિથેલીન બ્લ્યુ એક અસરકારક દવા તરીકે ઉભરી રહી છે.
જેના ઘણા સારા પરિણામો મળતા લોકોના સારા પ્રતિભાવો પણ મળી રહ્યા છે. આવો સાંભળીયે તેમના જ મુખે
મિથેલીન બ્લ્યુ થી કેવા પરિણામ મળ્યા છે