ભરૂચ : મક્તમપુર જી.ઇ.બી.કચેરી ખાતે વિજકર્મીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો

મકતમપુર જી.ઇ.બી.કચેરી ખાતે વિજકર્મીઓ માટે કોરોના થી સુરક્ષિત રહેવા માટેની રસી ના બીજા ડોઝ આપવા માટે રસીકરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું .
મકતમપુર જીઈબી કચેરી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ , કર્મચારી યુનિયનના મહામંત્રી ચિરાગ શાહ તથા ડિજીવીસીએલ અને જેટકો મેનેજમેન્ટ તથા ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી , ભરૂચ તાલુકા આરોગ્ય અધિકારી ના સહયોગથી આવશ્યક સેવા હેઠળ આવતા ઉર્જા વિભાગના કર્મચારીઓની સુરક્ષા માટે અગાઉ તા. 01.04.2021 ના રોજ આશરે 250 કર્મચારીઓ એ પ્રથમ ડોઝ લીધો હતો.
તે કર્મચારીઓ માટે બીજા ડોઝના રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડોદરા વિભાગ કાર્યવાહ નિરવભાઈ પટેલ , જનજાતિ કલ્યાણ આશ્રમ ના પ્રાંત સહ કાર્યવાહ વિમલભાઈ શાહ , ડિજીવીસીએલ ના અધિક્ષક ઇજનેર જે.એસ.કેદારીયા તથા કાર્યપાલક ઇજનેર અંકુર તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના દક્ષિણ ગુજરાત ના મહામંત્રી ચિરાગ શાહે ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધારી માર્ગદર્શન આપેલ હતું. તથા કોરોના સામે લડતમાં વેકસીનનું મહત્વ અમે આવશ્યકતા સમજાવી હતી.