માળીયાહાટીના : વીરડી ગામેથી જુગારીઓને પકડી પાડી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

માળીયા હાટીના વીરડી ગામેથી જુગારીઓને પકડી 7620/ રૂપિયા ના મુદ્દામાલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારીયાઓમા ફફડાટ ફેલાયો છે
મળતી વિગત મુજબ માળીયા હાટીના ના વીરડી ગામે તા. 13.06.2021 ના રોજ બપોરે બે વાગ્યાના સુમારે એ.એસ.આઈ. વીરાભાઈ કોડીયાતર, હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ કરમટા, પોલીસ કોન્સ્ટેબલ તુલશીભાઈ મેવાડા, પુંજાભાઈ ખાભલા, પ્રફુલ્લભાઈ ભેડા, મહેશભાઈ વાઢેર, પ્રવિણભાઈ વાઢેર પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી હકીકત મળેલ કે, વીરડી ગામે હમીરભાઈ વીરાભાઈ દયાતરના ખેતરની બાજુમાં રોડની સાઈડમા ઝાડ નીચે અમુક માણસો તીન પતિ નામનો હાર જીતનો જુગાર રમે છે, જેથી ત્યાં રેઈડ કરતા કુલ-06 લોકો જુગાર રમતા મળી આવેલ જેમની પાસેથી મુદામાલ રોકડ રૂપિયા 7620/- મળી આવતા પ્રફુલ્લભાઈ ભેડાએ સરકાર તરફે જુગાર ધારા કલમ 12 મુજબ ફરિયાદ આપતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે તેમજ આ છ લોકો સામે હાલમાં ચાલતી કોરોના મહામારી સબબ મોઢે માસ્ક બાંધ્યા વગર અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર મળી આવતા જાહેરનામા ભંગ બદલ અલગથી ફરિયાદ નોંધવામાં આવેલ છે
*પકડાયેલ આરોપીઓ*
*1. ભરતભાઇ કાળુભાઈ મક્કા જાતે- મૈયા દરબાર, રહે- માતરવાણીયા, તા.માળીયા હાટીના*
*2. વિજયભાઈ નરશીભાઈ મકવાણા, જાતે- અનુ.જાતિ, રહે વીરડી, તા.માળીયા હાટીના*
*3. રામભાઈ સામંતભાઈ દયાતર જાતે- મૈયા દરબાર, રહે- માતરવાણીયા, તા.માળીયા હાટીના*
*4. પ્રવિણભાઈ દાનુભાઈ ડાભી જાતે- મૈયા દરબાર, રહે- માતરવાણીયા, તા.માળીયા હાટીના*
*5. માલદેભાઈ રામભાઈ ચુડાસમા જાતે- અનુ.જાતિ, રહે દુધાળા, તા.માળીયા હાટીના*
*6. હમીરભાઈ વીરાભાઈ દયાતર મૈયા દરબાર, રહે- વીરડી, તા.માળીયા હાટીના