મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોના સંક્રમણમાં નિધન

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોના સંક્રમણમાં નિધન

મહાત્મા ગાંધીના પપૌત્ર અને મૂળ દક્ષિણ આફ્રિકાના સતીશ ધુપેલિયાનું કોરોના વાઈરસના સંક્રમણથી આફ્રિકાના જોહાનિસબર્ગમાં નિધન થયું છે. ધુપેલિયાની બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ આ વાતની પુષ્ટિ કરી છે. ધુપેલિયાને ન્યૂમોનિયા થયો હોવાથી તેની સારવારને લઈ એક મહિનાથી હોસ્પિટલમાં હતા અને ત્યાં જ તેઓ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા બાદમાં તા.22 નવેમ્બરના રવિવારે કોરોના સંક્રમણથી નિધન થયું છે। 3 દિવસ પહેલાં સતીશ ધુપેલિયાનો જન્મદિવસ હતો અને તેઓ 66 વર્ષના થયા હતા.
ઉમા ધુપેલિયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે મારા ભાઇને નિમોનિયા બીમારી હોવાના કારણે એક મહીનાની સારવાર બાદ નિધન થયું છે તે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુપરબગના સંપર્કમાં આવ્યા અને તેને કોવિડ-19 પણ થયો બાદ તેઓને સાંજના સમયે કાર્ડિક અરેસ્ટ આવ્યો। ઉમા ધુપેલિયા સિવાય સતીશ ધુપેલિયાની બીજી બહેન છે જેનું નામ કીર્તિ મેનન છે તે પણ જ્હોનિસબર્ગમાં રહે છે. આ ત્રણેય ભાઇ બહેન મણિલાલ ગાંધીના વંશજ છે જેને મહાત્મા ગાંધીએ બે દાયકા પછી ભારત પરત ફર્યા બાદ પોતાનું કામ ચાલુ રાખવા માટે દક્ષિણ આફ્રિકામાં રાખ્યા હતા. સતીષ ગાંધી વિકાસ ટ્રસ્ટમાં સક્રિય હતા જે તેમની માસી ઈલા ગાંધીએ શરુ કર્યું હતું। ટ્રસ્ટનો ઉદેશ્ય ડર્બન નજીક ફિનિક્સ સેટલમેન્ટ માં મહાત્મા ગાંધી દ્રારા શરુ કરાયેલ કામને ચાલુ રાખવાનો હતો. આ ઉપરાંત તેઓ માનવતાવાદી પણ જેઓ પીડિત મહિલાઓને સલાહ આપવાના કામ સાથે જોડાયેલા હતા.