સુરત : આમ આદમી પાર્ટીનો ઉપવાસ આંદોલન પૂર્ણ

ટેક્ષ્ટાઈલ માર્કેટની લીઝ વધારવાની સાથે પાણી મીટરો દુર કરવા અને મનપામાં આપના કોર્પોરેટરો સાથે થયેલ દુર્વ્યવહારના વિરોધમાં ઉપવાસ આંદોલન કરનાર આપના વિપક્ષી નેતા સહિતના કોર્પોરેટરોએ વિવિધ સોસાયટીના પ્રમુખો અને સમાજના આગેવાનોની સમજાવટથી ઉપવાસ છોડી દીધા હતાં.
સુરત મહાનગર પાલિકાના બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં તેમજ પાણી બીલ માફ કરવા અને સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટની લીઝ બાબતનો નવો ઠરાવ રદ્દ કરવા તેમજ આપના જનપ્રતિનિધિઓ પર પોલીસ તેમજ પાલિકાના માર્શલો દ્વારા કરાયેલ હુમલાનો વિરોધ કરી અધિકારીઓ સામે કડક પગલા ભરવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરો અને કાર્યકરોએ વિવિધ સોસાયટીના પ્રમુખો અને સમાજના અગ્રણીઓની સમજાવટ અને વિનંતી બાદ પારણા કરી ઉપવાસ આંદોલન પુર્ણ કર્યા હતાં.
વધુમાં આપના કોર્પોરેટરોના ઉપવાસ આંદોલનમાં અસંખ્ય શહેરીજનોએ પણ સાથ આપ્યો હતો. અને ભ્રષ્ટાચાર સામેની આ લડતમાં તન, મન ધનથી સાથ આપવા પણ શહેરીજનોને અપીલ કરાઈ હતી.