સુરત બ્રેકીંગ : કોરોનાએ કર્યું ગંભીર રૂપ ધારણ : પતરાના શેડમાં 22 મૃતદેહો વેઇટિંગમાં

સુરતમાં કોરોના વાઈરસે કેટલું ગંભીર રૂપ ધારણ કર્યું  છે તેની ગંભીરતા વિશે ન જાણતા હો તો સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ નહીંતર એ.કે.રોડના સ્મશાનની એકવાર મુલાકાત ચોક્કસ લઇ જુઓ. માત્ર સુરતમાં જ આજે કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુદર એટલો વધ્યો છે કે સ્મશાનગૃહમા સુરત પાલિકાએ ડેથ બોડી મુકવા માટે પતરાના શેડ બનાવવા પડ્યા છે. જેમાં 22 મૃતદેહો પડ્યા છે અને અન્ય લાશો માટે બે - બે કલાકના વેઈટિંગમાં છે એટલું જ નહીં પણ મેડિકલ અને પેરા મેડિકલનો સ્ટાફ ખડે પગે કામ કરવા મજબૂર બન્યો છે. હકીકત તો એવી છે કે આજે નવી શરુ કરાયેલી કોરોના પોઝિટિવ દર્દીઓ માટેની હોસ્પિટલ માટે વર્ગ-4 અને ડોક્ટરોની અછત વર્તાય રહી છે જાહેરાતો આપવા છતાં સ્ટાફ ક્યાંય મળી નથી રહ્યો જેમાં ભલે રાજ્ય સરકારની બેદરકારી કહો કે લોકોની લાપરવાહી પણ કોરોનામાં સપડાતા લોકોની સખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઇ બસ હવે તો એટલું જ કહેવું પડે કે ફક્ત આપણી જ નહીં આપણા પરિવારની સુરક્ષા આપણા જ હાથમાં છે. જો કોરોના સંક્રમણથી બચવું હોય તો એક માત્ર ઉપાય એ જ છે કે કામ વગર બહાર ન નીકળો તેમજ કોરોના દર્દીઓ માટે કામ કરતા સુરક્ષા કર્મીઓને સાથ અને સહકાર આપો સાથે જ લોકોને જાગૃત કરો એજ જ આ બીમારીનો એક માત્ર ઉપાય કહી શકાય છે.


death
સુરત શહેરની ગયા વર્ષે જે સ્થિતિ હતી તેના કરતાં અનેકગણી ખરાબ સ્થિતિ હાલ સર્જાય છે. સરકારી તંત્ર ખુલીને વાત કરવા તૈયાર ન હોય પરંતુ સુરત શહેરની અંદરનો મૃત્યુઆંક ખૂબ જ ઊંચો છે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર જ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય તો શહેરની અન્ય ખાનગી હોસ્પિટલની સ્થિતિ શું હશે તે આપણે આ વિડીયો ઉપરથી જોઈ શકીએ છે જ્યાં સ્મશાનમાં પણ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ છે અને વેઇટિંગમાં રહેલી લાશોને મુકવા પણ પતરાના શેડ બનાવી વ્યવસ્થા કરવી પડે છે.


death3
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વિસ્ફોટની સ્થિતિ સર્જાય છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના દર્દીઓની સંખ્યામાં છેલ્લા થોડા દિવસથી નોંધનીય વધારો થયો છે. ગુજરાતી અડીને આવેલા નવાપુર અને નંદુરબાર જિલ્લાની સ્થિતિ ખુબ જ ભયંકર થઈ છે જેને લઇ નંદુરબાર જિલ્લામાંથી દર્દીઓ સતત સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. નંદુરબારમાં વેન્ટિલેટરની સંખ્યા ઓછી હોવાથી ત્યાંના દર્દીઓને સારવાર મળતી નથી જેને લઇ મહારાષ્ટ્ર સરકાર સારવાર કરવામાં સદંતર નિષ્ફળ પૂરવાર થઇ રહી છે. જેની અસર પણ ગુજરાતમાં આવી છે અને જેના કારણે સુરત શહેરની સ્થિતિ અત્યંત ગંભીર બની છે ત્યારે સુરતમાં કોરોનાના કારણે મોતના આંકમાં વધારો ખુબ જ થયો છે જેને લઇ સ્મશાનોમાં અંતિમસંસ્કાર માટે 2 કલાકથી વધુનું વેઈટિંગ ચાલી રહ્યું છે છતાં તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. સુરતમાં એક દિવસમાં 60 થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર થાય છે છતાં પાલિકા દ્વારા માત્ર 7 થી 8 દર્દીના કોરોનાથી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવે છે.