સુરત : ભાઈની હત્યા કરનાર હત્યારા ભાઈને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યો

દારૂડિયા ભાઈ સાથે રાત્રીના સમયે ઉંઘવા બાબતે ઝઘડો થતા પથ્થર મારી ભાઈની હત્યા કરી નાંખનાર હત્યારા ભાઈને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશનો અને હાલ ગોડાદરા ખાતે આવેલ પ્રિયંકા સોસાયટીમાં રહેતા અજય સાવાનેકર એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેના પિતા કેસરીચંદ સાવાનેકર અને કાકા હિરાલાલ ઘર બહાર ઉંઘી રહ્યા હતા તે સમયે હિરાલાલ દારૂના નશામાં બોલબોલ કરતો હોય જેથી કેશરીચંદએ શાંતિથી સુઈ જવા જણાવતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં કેસરીચંદ એ ઉશ્કેરાઈ જઈ પથ્થો વડે સગાભાઈ હિરાલાલને માથામાં ઈજા પહોંચાડતા મોત નિપજ્યુ હતું. બનાવને લઈ ગોડાદાર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી દારૂડિયા ભાઈની માથામાં પથ્થર મારી હત્યા કરનાર ભાઈ કેસરીચંદ સાવાનેકરને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.