સુરત : ભાજપ જંગી બહુમતી થી ચૂંટાઈ આવતા વિજય રેલી યોજાઈ

ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર પાટીલ દ્વારા 120 બેઠકો કબ્જે કરવાની જાહેરાત કરાઈ હતી. જેને પગલે કોંગ્રેસ માં ભયનો માહોલ સર્જાયો હતો. અને કોંગ્રેસ આજે જાહેર થયેલા પરીણામોમાં સંપૂર્ણપને ખાડે ગઈ છે. વોર્ડ નો. 24 ના ઉમેદવાર
1.ડો. બળવંતભાઈ પટેલ
2. શ્રી સોમનાથભાઈ મરાઠા
3. હીનાબેન કંસાગરા
4. રોહિનીબેન પાટીલ
જંગી બહુમતી થી ચૂંટાઈ આવ્યા હતા . તેમની વિજય રેલીને આવકારવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આવનારા દિવસોમાં ભાજપ ગુજરાત ને કોંગ્રેસ મુક્ત કરી દે. એવી નિશાનીઓ હાલ પ્રાપ્ત થયી રહી છે. પરંતુ આમ આદમી ની 27 સીટો ની સાથે ધમાકેદાર એન્ટ્રી થી. ભાજપમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેને ગુજરાત પ્રદેશ પ્રમુખએ સોનાની થાળીમાં લોઢાની મેક સમાન ગણાવ્યો છે.