સુરત : રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિ સુરત આવી પહોંચ્યા

સુરતમાં વકરતા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા મહેનત કરી રહેલા સ્થાનિક તંત્રને દિશા નિર્દેશ કરવાની સાથે કામગીરી પર નજર કરવા અને કઈ રીતે કોરોનાના સંક્રમણને અટકાવવુ તે અંગે સમિક્ષા બેઠક માટે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિ મંગળવારે સુરત આવી પહોંચ્યા હતાં. અને કલેકટર, મનપા કમિશનર તથા અધિકારીઓ સાથે મીટીંગો કરી હતી.
સુરતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. હાલ આખા રાજ્યમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ દર્દી અને મોતનો આંકડો પણ સુરતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કરાઈ રહેલા કામગીરીની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય સચીવ જ્યંતિ રવી મંગળવારે સુરત દોડી આવ્યા હતાં. અને મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે. જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં સતત દર્દી વધી રહ્યો હોય ત્યારે તેઓ માટેની સારવાર અંગે મીટીંગમાં આયોજનો પણ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. તો સાથે વેન્ટિલેટર, ઓક્સિજન અને બેડ વધારવા સહિતની જરૂરિયાતને લઈ મીટીંગમાં ચર્ચા થઈ હતી.
સુરતમાં કોરોનાના વકરતા સંક્રમણને ડામવા માટે તંત્ર દ્વારા અનેક મોરચે કામગીરી કરાઈ રહી છે જો કે તેમ છતા કોરોના સંક્રમણ રોજેરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યુ છે તો લોકોએ હવે સ્વૈચ્છિક રીતે ઘરે જ રહેવુ અને કામ વગર બહાર ન જવુ જોઈએ તેવી તાતી જરૂર છે.