સુરત : લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કોરોના સંક્રમણને આમંત્રણ

સુરત શહેરમાં કોરોના સંક્રમણ હજી તો નિયંત્રણમાં આવી રહ્યો છે ત્યાં શહેરીજનોએ ફરીથી કોરોના સંક્રમણને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બનાસ ટ્રોફીની મેચ પૂર્ણ થઇ ગયા બાદ વિજય ઉત્સવ મનાવતા નજરે પડ્યા હતા. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કર્યું હતું.
રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને કારણે કોરોના ગાઈડ લાઈનમાં કેટલીક છૂટછાટો આપવાની સાથે જ લોકો જાણે તેનો દુરુપયોગ કરતા હોય તેવું દેખાવાનું શરૂ થયું છે. જે કોરોના સંક્રમણને વધારવા માટે જોખમી પુરવાર થઈ શકે છે.સુરતમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બનાસ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યો હતો. દરમિયાન ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં રોડ ઉપર એકત્રિત થયા હતા અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા એ ખરેખર ખૂબ જ ભયાવહ છે. ક્રિકેટ રસિકો મેચ પૂર્ણ થઇ ગયા બાદ વિજય ઉત્સવ મનાવતા નજરે પડ્યા હતા. તમામ ખેલાડીઓ અને તેમના સમર્થકો સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર નાચવાનું શરૂ કરી દીધું હતું. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ પર એકત્રિત થયેલા ક્રિકેટ ખેલાડીઓ પૈકી એકના ચહેરા ઉપર માસ્ક દેખાયું ન હતું. તેમના સમર્થકો અને આયોજકોએ હતા તેમના ચહેરા ઉપર પણ માસ્ક જોવા મળ્યા ન હતા, તે ખરેખર ચિંતાનો વિષય છે. ખેલાડીઓએ ઉત્સાહમાં તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. ખેલાડીઓને એક બીજાના ખભા ઉપર બેસાડીને આવતા રહ્યા કે આયોજકોએ પણ આ બાબતે ગંભીરતા ન લીધુંએ દુઃખદ બાબત છે. તો આ જ રીતે શહેરમાં કાર્યક્રમોનું આયોજન થતું રહેશે તો ફરી એક વખત કોરોનાનો કહેર સુરત શહેરમાં દેખાવાનું શરૂ થશે.