સુરત : સચીન જીઆઈડીસીમાં આવેલી અત્તર બનાવતી એક ફેક્ટરીમાં લાગી આગ

સચીન જીઆઈડીસીમાં આવેલી અત્તર બનાવતી એક ફેક્ટરીમાં આગની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા ફાયરનીટીમે સ્થળે પહોંચી આગ પર પાણનો મારો કરી કાબુ મેળવ્યો હતો.
સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અતર બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચાલુ ફેક્ટરીએ આગ લાગી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અતર બનાવતી કંપનીમાં કામકાજ ચાલુ હતું એ દરમિયાન આગ ફાટી નીકળી હતી. બનાવને લઈ જાણ થતા જ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
આગ પ્રચંડ હોવાના કારણે અંદર કામ કાજ કરતાં લોકો દોડીને બહાર આવી ગયા હતાં. કામદારોમાં ડરનો માહોલ પેદા થયો હતો. આગના પગલે આસપાસની કંપનીઓમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો.