સુરત : હાઉસીંગ સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા

કાપોદ્રા પોલીસે નાના વરાછા ખાતે આવેલ હાઉસીંગ સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી હજ્જારોની મત્તા સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.
કાપોદ્રા પોલીસે બાતમીના આધારે નાના વરાછા હાઉસીંગ સોસાયટી ખાતે આવેલ મકાનમાં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ જેમાં દર્પણ ચૌહાણ, અજય મકવાણા, મુકેશ વાડીલે, સંજય પરમાર, હરેશ શિયાળ અને વિવેક વેગડને ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા અને અન્ય મત્તા મળી પોલીસે સ્થળ પરથી 73 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે જુગારધામ ચલાવનાર નરેશ બારૈયા અને વિપુલ વાઘેલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.