Amirgadh : ભાજપના ઇન્ચાર્જ શ્રી પ્રદીપભાઈ કટારીયાના જન્મદિવસની ઉજવણી

પાલનપુરના સોશિયલ મીડિયા ભાજપ ના ઇન્ચાર્જ શ્રી પ્રદીપભાઈ કટારીયા ના જન્મદિવસની ઉજવણી અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી ખુણીયા ડાભીપુરા વિસ્તારમાં કરવામાં આવી હતી
આ જન્મદિવસની ઉજવણી રૂપે નાના નાના ભૂલકાઓને મીઠાઈ ચોપડા કંપાસ પતંગ દોરા બોલપેન નો તથા અભ્યાસને લખતી ચોપડીઓ નું વિતરણ કરીને જન્મદિવસની સેવા દિન તરીકે ઉજવણી અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસીના નાના નાના બાળકો સાથે કરવામાં આવી હતી
જે આ શુભ પ્રસંગે દાતા વિધાનસભા ના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી કેદારસિંહ બી ચૌહાણ તથા પાલનપુર યુવક બોર્ડના દેવેનભાઇ રાવલ તથા રમેશભાઈ તથા નરેશભાઈ ટીમ મિત્રો તથા અમીરગઢ તાલુકાના સોશિયલ મીડિયા ટીમ મિત્રો હાજર રહ્યા હતા.