Banaskantha : શાળા તેમજ જાહેર સ્થળ ઉપર તમાકુનું વેચાણ કરતા વેપારીઓને દંડ

ડીસા તાલુકાના ભીલડીમાં શાળા તેમજ જાહેર સ્થળ ઉપર તમાકુનું વેચાણ કરતા ૧૭ વેપારીઓ ને ૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતા જિલ્લા તામાકું નિયંત્રણ એકમ ના સાયકોલોજીસ્ટ કાઉંન્સિલર કમરઅલી નાંદોલીયા તેમજ  લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારી તેમજ પોલિસ સાથે રાખીને ભીલડી શહેરી વિસ્તારોમાં ૧૮ વર્ષથી નીચે તેમજ શાળા કોલેજો અને જાહેર સ્થળમાં તમાકું ગુટકા વેચાણ કરતા ૧૭ વેપારીઓ ને ૩૦૦૦ દંડ ફટકારાયો હતો. જેમા પાન મસાલાના ગલ્લા વાળા ટપોટપ પોતાની દુકાનોના શટરો પાડી દીધા હતા. જેમાં કાર્યવાહી થી ગુટકા તેમજ પાનમસાલા ના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો