Jamnagar : ખરેડી સહિત આજુબાજુ ગામમાં ડોક્ટર ખોવાયેલના લાગ્યા પોસ્ટરો

કાલાવડ તાલુકાના ખરેડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો.જિજ્ઞેશ ઝાલાવડીયા રેગ્યુલર દવાખાને હાજર ન રહેતા ખરેડી સહિત આજુબાજુ ગામમાં ડોક્ટર ખોવાયેલ છે તેવા ફોટા સાથે લાગ્યા પોસ્ટરો. અમારી મીડિયા ટીમે હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લેતા હાજર જોવા મળેલ ન હતા સ્ટાફને પુછતા આપ્યા ઓળગોળ જવાબ, શું છે હકીકત જુઓ અમારા આ ખાસ અહેવાલમાં.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડો.જિજ્ઞેશ ઝાલાવડીયા નિયમિત હાજર ન રહેતા તેમના વિરુદ્ધમાં પ્રશ્નો દ્વારા "ડોક્ટર ખોવાયેલ છે" એવો પોસ્ટરો જાહેરમાં લગાવી અનોખો વિરોધ કરવામાં આવતાં અમારા પત્રકાર દ્વારા ખરેડી સરકારી હોસ્પિટલની મુલાકાત લેતાં મેડીકલ ઓફિસર ડો. ઝાલાવડીયા હાજર જોવા મળેલ ન હતા જેથી અમારા પ્રતિનિધિ દ્વારા ડો. ઝાલાવડીયા વિશે હાજર સ્ટાફને પુછતા ઓળગોળ જવાબ આપેલ અને ફોન પર વાત કરવાનું કહેલ જેથી અમારા પ્રતિનિધિ એ મને ટોટલી માહિતી છે તેવુ જણાવતા જ અમને ખ્યાલ નથી કે સર ક્યાં છે ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા હાલત ખૂબ જ ખરાબ જોવા મળેલ હતી ગંદકી, કચરાના ગંજ, દારૂની ખાલી બોટલો, એમ્યુલન્સની બદતર હાલત, એવુ લાગી રહ્યું હતું કે સરકારીહોસ્પિટલને ખાસી સારવારની જરૂર છે. ડો. ઝાલાવડીયા સાહેબને સરકારી કવાર્ટર આપેલ છે ત્યાં તાળુ મારેલ હતુ અને એવુ માલુમ પડ્યું કે સાહેબ તો અંહીયા રહેતા જ નથી અને દર્દીને તપાસતાં પણ નથી. તેઓ કોરોનાની મહામારીમાં પણ હેડ ક્વાર્ટરમાં રહેતા નથી તેઓ વિરૂદ્ધ સરકારમાં અનેક વખત આધાર પુરાવા સાથે ભ્રષ્ટાચાર બાબતની ફરિયાદ પણ થયેલ છે છતાં પણ તેઓ ગણકારતા નથી તેની વિરૂદ્ધ ફરજ દરમિયાન અગાઉ પણ દારૂ તથા જુગાર તથા ભ્રષ્ટાચાર અંગે કોર્ટમાં કેસ પણ થયેલ છે પોતે હેડક્વાર્ટરમાં રહેતા નથી અને ખોટા ટી.એ. બીલો ઉધારી સરકારી ખર્ચે મજા કરે છે તેઓની વિરૂદ્ધ ગ્રામ્યજનો દ્વારા અનેક વાર ફરીયાદો કરેલ છે અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગ, ગાંધીનગરમાં આરોગ્ય સચિવ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલને પણ લેખિત ફરિયાદ તથા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેઓ મોટા રાજકારણીઓ અને જામનગર જિલ્લાના એક મંત્રીશ્રી સાથે ઘરોબો ધરાવતા હોવાથી ફરિયાદના સૂરસૂરિયા થઇ જાય છે તથા તેઓ ક્યારેય ઓ.પી.ડી.માં બેસીને દર્દીને તપાસતા નથી તેમજ તેઓ વિરુદ્ધમાં મહિલા કર્મચારીને હેરાન કરી તથા માનસિક ભારણ આપવા અંગેની પણ ફરિયાદ થયેલ છે RKS સમિતિમાં પોતાની મનમાની કરીને સભ્યોની બંધ બારણે નિમણૂંક કરે છે અને પોતાની ઇચ્છા પ્રમાણે ખર્ચો કરી ખોટા બિલો બનાવી ભ્રષ્ટાચાર કરે છે તેવી હકિકત સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે. ખરેડીના પ્રજાજનો એ સાહેબથી કંટાળીને ડોક્ટર ખોવાયેલ છે તેવા જાહેર પોસ્ટરો લગાવી વિરોધ કરી રહ્યા છે છતાં પણ જવાબદાર ઉપલા અધિકારી તેમજ મંત્રીશ્રી અને રાજકારણીઓનું પેટનું પાણી પણ હલતું નથી. શું ડો.જિજ્ઞેશ ઝાલાવડીયા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરશે કે તેમને હજુ પણ છાવરસે તે તો આવનારો સમય જ બતાવશે.