Junagadh : એમજી રોડના વેપારીઓએ રોડનું કામ પૂર્ણ ન થતા વિરોધ દર્શાવ્યો

જૂનાગઢના એમજી રોડના વેપારીઓએ રોડનું કામ પૂર્ણ ન થતા વિરોધ દર્શાવી મૌન રેલી યોજી રામધૂન બોલાવી, મેયરએ ખાતરી આપી 10 દિવસમાં કામ પૂર્ણ કરશું
જૂનાગઢ ઐતિહાસીક શહેરની બદસુરૂતના હાંસિયામાં ધકેલી દેનારી મહાનગરપાલિકા સામે એમજી રોડના વેપારીઓએ ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવી અર્ધો દિવસ પોતાની દુકાનો બન્ધ રાખી, મનપા કચેરી સુધી મૌન રેલી યોજી ,રામધૂન બોલાવી હતી છેલ્લા એકવર્ષથી ભૂગર્ભ ગટર માટે એમજી રોડને કાળવા ચોક સુધી ખોદી નખાતા જૂનાગઢ મહાનગર પાલિકાનો આંધળો વહીવટ લોકોની નજરમાં ખટકી રહ્યો છે ખોદાયેલા રોડ રસ્તાથી લોકો પડી જવાના બનાવો તેમજ ધૂળથી વેપારીઓની આંખો ખટકી રહી છે આ વિસ્તારના વેપારીઓ એ અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં મનપા તંત્રના પેટનું પાણી ન હલતા આ વિસ્તારના વેપારીઓ આક્રમક મૂડમાં આવ્યા હતા મનપા તંત્રના ઠાલાવચનો અને લોલીપોપ સામે મનપાના મેયર એ પોતાની ભૂલનો ટોપલો બીજા પર ઢોળ્યો હતો કે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ અને અડચણો આવવાથી રોડનું કામ પૂર્ણ નથી થઈ શક્યું તેવો લુલો બચાવ કરી આગામી 10 દિવસમાં રોડનું કે પાઈપલાઈનનું કામ હાથ ધરવાની વેપારીઓને હૈયાધારણા તો આપી હતી પરંતુ હવે જોવું એ રહ્યું કે દર વખતે લોકોને ઠાલા વચનો આપતું મનપા તંત્ર હવે કેવા વચનો નિભાવી કામપૂર્ણ કરશે કે કેમ જે સવાલ ઉઠી રહ્યો છે શહેરની આમજનતા અને વેપારીઓમાં...