Khedbramha : સરકારની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યુ

ખાસા 10 માસ પછી આજથી ધો. 10 અને 12 નુ શૈક્ષણિક કાયઁ શરુ કરવામાં આવતાં શૈક્ષણિક સંકુલ ભરચક લાગતાં વિધાથીઁઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યુ હતુ. સરકારની ગાઈડ લાઈન મુજબ ખેડબ્રહ્માની શેઠ કે ટી હાઈસ્કૂલ પણ આજથી શરુ કરવામાં આવી હતી.
રાજય સરકારે આજથી ધો. 10 - 12 નુ શૈક્ષણિક કાયઁ શરુ કરવાનો આદેશ આપ્યો હતો, તે અનુસંધાને આજથી ખેડબ્રહ્મા તાલુકાની ધો.10 - 12 ની હાઈસ્કૂલો શરુ કરવામાં આવી હતી. જેમાં ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે દિપ પ્રાગટ્ય કરી ખેડબ્રહ્મા ની શેઠ કે.ટી. હાઈસ્કૂલ શરુ કરવામાં આવી હતી. સરકારે બોડઁના વિધાથીઁઓ માટે શૈક્ષણિક કાયઁ શરુ કરવા માટે નિણઁય લીધો હતો તે ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે આવકાર્યો હતો. જયારે કેળવણી મંડળના પ્રમુખે સરકારની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાયઁ શરુ કરવામાં આવ્યુ છે તેમ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જોષી, નગરપાલિકાના પ્રમુખ સાગર પટેલ, ઉપપ્રમુખ જીગ્નેશ જોષી, એડીઆઈ વિશાલ સથવારા, પ્રિન્સીપાલ વિભાશભાઈ રાવલ, કપીલભાઈ ઉપાધ્યાય, વાલી મંડળના પ્રમુખ ભરત ચૌહાણ, શિક્ષકો અને વિધાથીઁઓ ઉપસ્થિત રહ્યા હતા.