Khergam : મોબાઇલ નેટવર્કના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો

ખેરગામ તાલુકાના પાણીખડક, નગડધરી અને તોરણવેરામાં મોબાઇલ નેટવર્કના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે.તો બીજી બાજુ ઓનલાઈન શિક્ષણ લેતા વિધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.કસ્ટમર કેર ઉપર જાણ કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી
સરકાર દ્વારા ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની વાત તો કરાય છે,પરંતુ ટેક્નોલોજી સાથે માણસ કનેક્ટ થઈ શકે એવી સુવિધા ઊભી થઈ છે.ખરી એ જોવું હોય તો આદિવાસી વિસ્તારની મુલાકાત લેવી પડે.હાલ કોરોનાને કારણે સરકારે સ્કૂલો બંધ કરી ડિજિટલ શિક્ષણનો રસ્તો કાઢ્યો,પરંતુ જ્યાં ટાવર ન હોય કે જ્યાં ટાવર હોવા છતાં મોબાઇલ નેટવર્કની જ સમસ્યા હોય ત્યાં કઈ રીતે બાળકો ભણી શકશે એ વિચાર બુદ્ધિજીવી શાસકોને ન આવ્યો.ખેરગામ તાલુકાનાં ગામોમાં કંઈક આવી જ સમસ્યા છે.તાલુકો બન્યાને છ વર્ષ થઈ ગયા,પરંતુ 22 ગામ ધરાવતો આ તાલુકો આજે પણ ટેક્નોલોજી સાથે જોડાવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.હાલ કોરોનાને કારણે ઓનલાઇન એજ્યુકેશન અપાઈ રહ્યું છે.પરંતુ ખેરગામના પાણીખડકના હનુમાન ફળિયા,દુકાન ફળીયું, ગાયકવાડ ફળીયું,તોરણવેરાનું રાવત ફળિયું,નગડધરી ગામમાં મોબાઇલ નેટવર્કના જ ફાંફાં પડી રહ્યાં છે.તો બાળકો ભવિષ્ય કઈ રીતે ઊજળું બનાવશે એ પ્રશ્ન ઊઠી રહ્યો છે.આવી જ સમસ્યા ગ્રામજનોની પણ છે.ઘણીવાર તો વાત ચાલુ હોય ત્યાં જ નેટવર્ક ગાયબ થઈ જાય છે.આ બાબતે કસ્ટમેર કેરને પણ જાણ કરવા છતાં આશ્વાસન આપી કાર્યવાહી કરાતી નથી.અને હાલ એજ્યુકેશન મેળવવા માટે બાળકો પાસે કોઈ વિકલ્પ પણ નથી. ત્યારે બાળકોનું ભાવિ અંધકારમય બને તો નવાઈ નહીં.