Sabarkantha : કોરોના સંક્રમણ વધતા સતત ચાર દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન

સાબરકાંઠાના તલોદમાં કોરોના પોઝિટિવ નો સંક્રમણ વધતા માર્કેટયાર્ડ નગરપાલિકા અને વેપારી મહામંડળ દ્વારા સતત ચાર દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન હપ્તા કલોલ શહેરમાં આજે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના પોઝિટિવ બીજો તબક્કો શરૂ થયો હોય તેમ અચાનક પોઝિટિવ સંક્રમણ વધુ સૌથી વધુ અસર સાબરકાંઠાના પ્રાંતિજ તલોદ માં થઈ હતી તેમજ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ ખૂબ મોટી સંખ્યામાં વધતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ મામલે જાગૃતતા બતાવાઈ હતી જેમાં નગરપાલિકા માર્કેટ યાર્ડ અને વેપારી મહામંડળ દ્વારા ચાર દિવસ માટે સંપૂર્ણ lockdown જાહેર કરાયું હતું જોકે સાબરકાંઠા જિલ્લાના અન્ય તાલુકાઓમાં સાંજે ૪થી સવારના ૮ સુધીનો lockdown અપાયું હતું પરંતુ કોરોના પોઝિટિવ ની સંખ્યા વધુ હોવાને પગલે ચાર દિવસ સુધી સંપૂર્ણ lockdown જાહેર કરાયું છે જેના પગલે આજે સવારથી તલોદમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે તેમજ સ્થાનિક જનતાએ પણ આ મામલે સહયોગ આપ્યો છે.
જોકે સાબરકાંઠા જિલ્લામાં સૌથી મોટું માર્કેટ યાર્ડ તરીકે તલોદ નામ આવે છે તલોદમાં દૈનિક ત્રણથી પાંચ કરોડનો ખેડૂતોની અન્ય પેદાશો નો વહીવટ થાય છે પરંતુ કોરોના સંક્રમણ હતા તાત્કાલિક ધોરણે બેઠક યોજી માર્કેટયાર્ડ દ્વારા સંપૂર્ણ lockdown ના નિર્ણયને સમર્થન કરાઈ હતી જોકે સતત ધમધમી રહેલા તલોદ માર્કેટ યાર્ડ આજે સુમસામ જણાવ્યું હતું તેમજ માર્કેટયાર્ડ દ્વારા આગામી સમયમાં પણ ખેડૂતો મામલે તમામ પ્રકારની સુરત આપવાની સાથે સાથે તેમની સુવિધામાં ભાગીદાર થવાની વાત ન કરાય છે જોકે આગામી સમયમાં lockdown થાય તો સૌથી વધુ પરેશાની ખેડૂતોને સર્જાઈ શકે તે બાબત પણ ઉલ્લેખ કરાયો છે...
તલોદમાં કોરોના પોઝિટિવ સંક્રમણ વધતા સૌથી વધુ અસર વેપારીઓને થઈ છે સતત ચાર દિવસ સુધી કોઇપણ પ્રકારની લેવડદેવડ બંધ રાખવાની સાથોસાથ ધંધા વેપાર અને રોજગાર પણ બંધ કરાયા છે જોકે આ મામલે તલોદ નગરપાલિકા દ્વારા વેપારી મહામંડળની રજૂઆત કરતા તેમને પણ સંપૂર્ણ બંધને સમર્થન આપ્યું છે અને વેપારી મહામંડળ દ્વારા સામાજિક અંતર અને સેનેટ રાઈઝર જેવી બાબતો ઉપર લોકોનું ધ્યાન દોર્યું છે સાથોસાથ આગામી સમયમાં જરૂરિયાત પડે તો સાંજે ચાર વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીના lockdown ને પણ સમર્થન આપવાની રજૂઆત કરી છે તલોદમાં મોટાભાગની જનતા સ્થાનિકોને ખેડૂતો સંપૂર્ણ રીતે lockdown ને સહયોગ આપી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણ કરશે એ બાબત શક્ય બની રહે તેમ છે...
જોકે સતત ચાર દિવસ સુધી સંપૂર્ણ lockdown આવું છે ત્યારે આગામી સમયમાં કોરોના સંક્રમણ lockdown ના પગલે કેટલો સફળ બની રહી છે તો આગામી સમય બતાવશે પરંતુ હાલમાં ખેડૂતો તેમજ ખેતપેદાશો ની દૈનિક ડીલેવરી કરનારા લોકો માટે કફોડી હાલત સર્જાઇ છે ત્યારે કોરોના સંક્રમણ વધતું અટકે તે જ સમયની માંગ છે..