Surat : અડાજણમાં યુવકના આપઘાત મામલે પત્નિ જ નિકળી વિલન

અડાજણમાં કાર દલાલએ નવી બંધાતી બિલ્ડીંગ પરથી કુદી કરેલા આપઘાત મામલે પત્નિ જ વિલન નિકળી હોવાનું સામે આવ્યુ છે. એપાર્ટમેન્ટના વોચમેન સાથે પ્રેમમાં પડેલી પત્નિએ ભાગી જવાની ધમકી આપતા કાર દલાલે આપઘાત કર્યુ હોવાની ફરિયાદના આધારે પોલીસે પત્નિની ધરપકડ કરી છે.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલ ખાતે નવી બંધાતી બિલ્ડીંગ પરથી કુદી કાર દલાલે આપઘાત કર્યો હતો જે બનાવમાં પત્નિ અને તેના પ્રેમિ વોચમેન વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ અડાજણ પોલીસ મથકમાં મૃતકની માતાએ નોંધાવી હતી. વોચમેન સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્નિ તેને ત્રાસ આપતી હતી. પત્નિએ પ્રેમી સાથે મળી ધમકી આપતા કાર દલાલે આપઘાત કરી લીધો હતો. જ્યારે કાર દલાલના આપઘાત કેસમાં હાલ તો પોલીસે તેની પત્નિની ધરપકડ કરી છે. જ્યારે તેનો પ્રેમી વોચમેન ફરાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે કાર દલાલે આપઘાત કરતા પહેલા પોતાના જ ફોટો પર રીપ લખી 11 મા માળેથી કુદી આપઘાત કર્યો હતો.