Surat : પોલીસે કારમાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

લિંબાયત પોલીસે મહાપ્રભુનગરમાંથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે ખેપિયો પોલીસને જોઈ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.
લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે લિંબાયત મહાપ્રભુનગર ખાતેથી કારમાં દારૂનો જથ્થો લઈ જનારને આંતરવાનો પ્રયાસ કરતા જ પોલીસને જોઈ ખેપિયો કાર મુકી ભાગી છુટ્યો હતો. તો પોલીસે કારની ઝડતી લેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારના ચાલક ખેપિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.