Upleta : કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવતા આંખના ડોક્ટર ખ્યાતિ કેશવાલા

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં આંખના ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ખ્યાતિ કેશવાલા નેત્રહીન માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ડ્યુટી કરે છે
ઉપલેટા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં 2013 થી આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલા હાલ ઉપલેટા અને આસપાસના તમામ ગામડાઓના ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે ડોક્ટર ખ્યાતિ કેશવાલા રોજના 100 થી વધારે આંખના દર્દીઓની તપાસ કરે છે અને અઠવાડિયાના ત્રણ દિવસ આંખના ઓપરેશન કરે છે જેમાં જામર વેલ મોતીયો જેવા 60 થી વધુ ઓપરેશન કરે છે આ સેવાનો લાભ લેવા માટે ઉપલેટાના અને આસપાસના તાલુકાના લોકો પણ લાભ લેવા આવે છે અને ડોક્ટર ખ્યાતિબેનને ભગવાન સ્વરૂપ માને છે અને ડોક્ટર ખ્યાતિબેન પણ દર્દીઓને દ્રષ્ટિ આપતા ગર્વ અનુભવે છે