Visavadar : વનવિભાગે ખેડૂતોને માંચડા આપવાના નામે કરેલ કૌભાંડ

ગીર ની બોર્ડર પરના ગામડાઓમાં સિંહ દીપડા સહિતના ખૂંખાર પ્રાણીઓએ અનેક ખેડૂતો ખેત મજૂરો ના ભોગ લીધા બાદ વનવિભાગ દ્વારા ખેડૂતોના રક્ષણ માટે ખતરો દીઠ માંચડાઓ આપવામાં આવી રહ્યા છે પરંતુ વનવિભાગે ખેડૂતોના નામે મસમોટુ કૌભાંડ આચર્યું અને તેને ખેડૂતોએ આરટીઆઈ મારફત ખુલ્લુ પાડતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો જેમાં ખેડૂતોને 143 કિલો વજનનો માંચડા, સોલર લાઈટ,મોબાઈલ ચાર્જર, અને લેમ્પ સાથેના માંચડાઓ આપવાના હતા પરંતુ વનવિભાગ દ્વારા આપવામાં આવેલા માચડાઓ માં સો થી ૧૦૩ કિલો જ વજન હોવાનું ખેડૂતોએ કેમેરા સામે ખુલ્લું પાડ્યું અને હવે વનવિભાગના અધિકારીઓના પગ નીચે જમીન સરકવા લાગી હોય તેમ માંચડાઓના વજનને પૂરું કરવા માંચડાની નીચેના ભાગે લોખંડના ઈંગલ મારી માંચડા નો વજન પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આવો પ્રયાસ ગીર પશ્ચિમ હેઠળની રેન્જમાં થઇ રહ્યો છે જેમાં માળીયાહાટીના વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં થઇ રહ્યો છે જ્યારે ખેડૂતોને માચડાઓ ફીટ કરવા માટે નિયમ મુજબ તેના ખેતરે જઈ માચડાઓ ફીટ કરી દેવાનો હોય છે પરંતુ પહેલા ખેડૂતો માચડાઓ લેવા માટે વનવિભાગ કહે ત્યાં પોતાના વાહનો અથવા ભાડે વાહનો કરી જતા હતા અને હવે પાપ ને ઢાંકવા માટે લોખંડના એંગલો ભરેલી રીક્ષાઓ અને ગાડીઓ લઈને ખેતરે ખેતરે દોડધામ કરી રહ્યા છે અને આવી એંગલો ભરેલી રિક્ષા કેમેરામાં કેદ થઈ હતી
જો હકીકત એ સારી ગુણવત્તાના નિયમ મુજબ માચડાઓ આપવામાં આવ્યા હોત તો તે દિવસે જ કે જ્યારે માચડા ફીટ થાય ત્યારે જ આ કામગીરી શા માટે કરવામાં ન આવી અને હવે માચડાઓ ફિટ થઈ ગયા ને કેટલાય દિવસો અને મહિનાઓ બાદ કૌભાંડ ને દબાવવા માટે નીકળ્યા, પાપ છાપરે ચડીને પોકારે તેમ વનવિભાગે ખેડૂતોના નામે નાણાં ચાઉં કરી જવાનું કરેલું કારસ્તાન ખેડૂતોએ ખુલ્લું પાડતા હવે થૂંકેલું ચાટવામાં નીકળ્યા હોય તેવી રીતે 105 કિલો ના મેળામાં 20 કિલોના વજનવાળી લોખંડની એંગલો મારી માંચડા નો 143 કિલો વજન પૂરો કરી અને કૌભાંડ નહીં થયું હોવાનું જાહેર કરવા હવાતિયાં મારવામાં આવી રહ્યા છે પણ ખેડૂતોના આક્ષેપ મુજબ માંચડા માં વજન ૧૦૦થી ૧૧૦ કિલો જ હતો તેમાં 20 કિલો ની એંગલ મારવાથી 130 કિલો જેટલો જ વજન થાય છે અને 143 કિલો વજન પૂરો થવામાં હજુ પણ ૧૦ થી ૧૫ કિલો વજનની ઘટ સામે આવી રહી છે આ સમગ્ર મામલે તપાસ કરવાને બદલે વનવિભાગના અધિકારીઓ દ્વારા ભીનુ સંકેલવાના અથાગ પ્રયાસ થઇ રહ્યા છે હકીકતે લોખંડના એંગલો મારવાને બદલે તાત્કાલિક ખેતરે ખેતરે જઈ તટસ્થ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓના તપેલા ચડી જાય તેમ છે
સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારી અને નેતાઓ ને માત્ર ખેડૂતો ના ફાયદા માટેની જાહેરાતો કરવામાં જ રસ હોય છે પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે આજ દિન સુધી કદી તપાસ થઈ નથી અને હવે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ પણ તપાસ ક્યારે તે સો મણનો સવાલ છે ??