અરવલ્લી : જુઓ કોરોના કેર સેન્ટરની આગળ ગંદકીનું સામ્રાજ્ય

ઇસરી આરોગ્ય કેન્દ્ર કોરોના કેર સેન્ટર આગળ જ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે રસ્તા પર પાણી ભરાતા રોગાચારો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે એક બાજુ કોરોના અને એક બાજુ ગંદકી છતાં તંત્ર મૌન છે ઇસરી પંચાયત દ્વારા ગામના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતો હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે.હવે ચોમાસાનો સમય પણ નજીક આવી રહ્યો છે ત્યારે ઇસરી આરોગ્ય કેન્દ્ર આગળ જ પાણી ભરાતા ગંદકી વધવાના એંધાણ થયી રહ્યા છે પંચાયત જાણે ઉંગ માં હોય તેવું સ્પષ્ટ પણે જોઈ શકાય છે ત્યારે ઇસરી પંચાયત દ્વારા પાણી નો યોગ્ય નિકાલ થાય તેવી લોક માંગ સેવાઈ રહી છે