ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 4 લાખ રેમડેસીવીર ઇન્જેક્શન આપ્યા - મુખ્યમંત્રી - લોકોની હાલત જૈસે થે વૈસે જેવી જ

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 4 લાખ રેમડેસીવીર ઇન્જેક્શન આપ્યા - મુખ્યમંત્રી - લોકોની હાલત જૈસે થે વૈસે જેવી જ

સુરતમાં કોરોના હાહાકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી રેમડેસીવીર ઈન્જેક્શનની ડિમાન્ડ વધી છે ગઈકાલે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં આજ સુધીમાં 4,00,000 ઇન્જેક્શનો આપવામાં આવ્યા છે છતાં લોકોની હાલત એવી ને એવી જ હોઈ તેમ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે આવતા લોકોને હેરાનગતિ ઓછી થવાને બદલે વધી રહી છે. ઇન્જેક્શન માટે 10 કલાક સુધી લાઇનમાં ઉભા રહેલા મજબુર થયેલા લોકોને ફોર્મ પર સિક્કા મારી અને 300 થી વધુ ટોકન આપી તા.15મીએ આવવાનું કહેવાયુ હતું જેને લઇ આજે ફરી લાઇનમાં વારો આવે તે માટે ઉભા રહ્યા છે ત્યારે લોકોની સમસ્યા ઉજાગર માટે આવેલા મીડિયાના પ્રતિનિધિઓને સિક્યુરિટીના જવાનોએ ગેરવર્તન કરી ગેટ પર જ અટકાવી દીધા હતાં. જેનો લુલો બચાવ કરતાં સિવિલ હોસ્પિટલના અધ્યક્ષે કહ્યું હતું કે ક્લેક્ટરના આદેશથી આ પ્રતિબંધ મૂકાયો છે.


civil
ઇન્જેક્શન લેવા આવેલા મજબુર લોકોની હાલત એટલી કફોડી છે જેને લઇ તેમણે જણાવ્યું હતું કે મજબૂરી કેવી હોય અને ક્યારે નસીબમાં આવી જાય એનો અનુભવ મેળવી લીધો છે. તા.14મીએ સવારે 8 વાગ્યાથી લાઇનમાં ઉભો હતો. પેપર વેરીફિકેશનમાં નંબર આવ્યો અને પૈસા ભરવાની લાઈનમાં ઉભો હતો ત્યારે જ સાંજે 6:30 વાગ્યે બારી બંધ થઈ હતી અને પછી કહી દેવાયું કે ઇન્જેક્શન પૂરા થઈ ગયા છે આવતીકાલે આવજો. તમારે રેગ્યુલરની નહિ પણ બીજી લાઈનમાં ઉભા રહેવાનું રહેશે જેને લઇ આજે સવારે 5 વાગ્યાનો લાઇનમાં છું. બુધવારે અંદાજે 100 થી 150 લોકો પરત ફર્યા હતા જે લોકો આજે ફરી લાઇનમાં ઉભા છે.
અન્ય એક વ્યક્તિએ  જણાવ્યું હતું કે ખબર નથી પડતી આટલા બધા ભણેલા માણસો આવી ભૂલ કેમ કરે છે ?


line
જાણી જોઈને લોકોને હેરાન કરવાના નિયમો બનાવે છે. બુધવારે સવારે 9:30 વાગ્યાથી લાઇનમાં ઉભો હતો અને સાંજે 6:30 વાગે સ્ટોક ખૂટી ગયો એવું કહી દેવાયું. સાંજે 7 વાગે જાહેરાત કરવામાં આવી કે તમને ટોકન આપવામાં આવે છે. ગુરુવારે સવારે અલગ લાઈન બનાવી ઉભા રહેવું અને સાંજે 8 વાગે ટોકન અપાયા જેમાં 300 લોકોને ટોકન આપ્યા હતા. જેને લઇ આજે સવારથી તમામ લોકો લાઇનમાં ઉભા છે. લોકોની મુશ્કેલી નિવારવા સ્ટાફ વધારવા માટે ટ્રસ્ટની મદદ લેવાય તો અનેક પ્રશ્નો હલ થઈ જાય તેમ છે. તેમજ ખાનગી હોસ્પિટલને દર્દીઓના લિસ્ટ અને પૂરાવાને આધારે ઇન્જેક્શન અપાય સાથે સાથે સરકારના સિક્કા મારી ઇન્જેક્શન અપાય જેથી હોસ્પિટલ વધારે પૈસા ન લઈ શકે અને દર્દીના સગાઓને રાહત થાય.