ગીર સોમનાથ : મોદી સરકારના સાત વર્ષના સુશાસનની ઊજવણી કરાઈ

ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા સેવાયજ્ઞના માધ્યમ સાથે મોદી સરકાર ના સાત વર્ષ ના સુશાસન ની ઊજવણી કરાઈ.
ઉના-ગિરગઢડા અને રાજુલાના વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારમાં 5000 રાશન કીટ નું વિતરણ કરાયું.
ભાજપની મોદી સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંર્તગત વાવાઝોડાથી પ્રભાવિત થયેલ ગીર સોમનાથ જીલ્‍લાના ઉના-ગીરગઢડા પંથકના અસરગ્રસ્‍ત લોકોને વહારે અાવી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા દ્રારા 5 હજાર જેટલી રાશન કીટોનું વિતરણો સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો છે.
સેવા હી સંઘર્ષના ભાવથી વરેલી ભારતીય જનતા પાર્ટીના લોકપ્ર‍િય પ્રઘાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની કેન્‍દ્ર સરકારના સાત વર્ષના સુશાસનનો અાજે સુવર્ણ દિવસ છે. જેથી ભાજપ પાર્ટીની વિચારઘાર સમાન સુત્રને સાર્થક કરવા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમ તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત થયેલ ગીર સોમનાથ જીલ્‍લાના ઉના-ગીરગઢડાના અસરગ્રસ્‍ત લોકોની મદદ કરવા સેવાયજ્ઞ અર્થે ઉના પહોંચી હતી.
અા ટીમમાં બક્ષીપંચ મોરચારના પ્રદેશ અઘ્‍યક્ષ ઉદયભાઇ કાનગડના નેજા હેઠળ મહામંત્રી સનમભાઈ પટેલ, ઉપાધ્યક્ષ યોગેશભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ બાવળીયા, દેવેન્દ્રભાઈ પ્રજાપતિ, નાજાભાઈ ઘાંઘર, જે.કે.ચાવડા, મંત્રી પ્રગ્નેશભાઈ ભ્રમભટ, પી.એન.માળી, મયુરભાઈ માંજરીયા, દિલીપભાઈ બારડ અને કોષાધ્યક્ષ અનિલભાઈ રાણા સહિતના હોદેદારો દ્રારા સ્‍વખર્ચે રૂ.26 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 5 હજાર જેટલી રાશન કીટોનું અસરગ્રસ્‍ત લોકોને વિતરણ કરવાના સેવાયજ્ઞનું મોરચાની પ્રથમ બેઠકમાં નકકી કર્યા મુજબ સેવાનો અાજે પ્રારંભ કર્યો હતો.
જે અંગે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અઘ્‍યક્ષ ઉદયભાઇ કાનગડએ જણાવેલ કે, કેન્‍દ્રની મોદી સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંર્તગત અાજે પ્રદેશ બક્ષીપંચ મોરચાની સમગ્ર ટીમના સભ્‍યો વાવાઝોડાથી પ્રભાવિત ઉના-ગીરગઢડા, જાફરાબાદ, રાજુલા સહિતના અસરગ્રસ્‍ત વિસ્‍તારના લોકો માટે 5 હજાર જેટલી રાશન કીટો તૈયાર કરી સાથે લાવ્‍યા છે. જેમાં પ્રત્‍યેક કીટમાં 5 કીલો લોટ, 5 કીલો બટેટા, 1 કીલો ખાંડ, 1 કીલો મગ, 1 લીટર તેલ, હળદર, મરચુ, મીઠુ સહિતની જરૂરી સામગ્રીની 5 હજાર જેટલી રાશન કીટો તૈયાર કરવામાં અાવી છે. સત્‍કાર્ય-સેવાના ભાવ સાથે ભાજપના કાર્યકરો દુ:ખ ભોગવતા અસરગ્રસ્‍ત લોકોની વહારે અાવી મદદરૂપ થવાના હેતુસર રાશન કીટો વિતરણ કરવાનો પ્રારંભ કર્યો છે.
જયારે ભાજપના નેતા યોગેશ ગઢવીએ જણાવેલ કે, ભાજપનો અાજે એવો સોનેરી દિવસ છે કે ભારત દેશમાં સાત-સાત વર્ષ સુઘી સુશાન અાપી વિશ્વમાં ડંકો વગાડનાર પ્રઘાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સેવા હી સંઘર્ષની શીખ અાપી છે. જેથી અમે લોકો અને છેવાડાના માનવીની સેવા કરવા અર્થે કદી થાકીશુ નહીં અને અવિરત સેવા કરતા રહીશુ. જે ભાવથી જ વાવાઝોડાથી અસરગ્રસ્‍ત લોકોને મદદ કરવા અર્થે રાશન કીટોનું વિતરણ કરવા ઉના અાવ્‍યા છે.
ગીર સોમનાથ ના ઉના ખાતે રાશન કીટ ભરેલા ટ્રકો આવી પહોંચતા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વધારાસભ્ય કે.સી. રાઠોડ, હીરાભાઈ સોલંકી ,નગરસેવક બાદલભાઈ હુંબલ સહિત મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિતી માં કીટ વિતરણ સાથે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો.