ચલથાણ : જામીન ઉપર ફરાર થયેલાં રીઢા ચોર ઈસમને પોલીસે દબોચી લીધા

કડોદરા જી.આઈ.ડી સી.પોલીસ ટીમ દ્વારા પાછલાં ત્રણ મહિનાથી અસ્થાયી જામીન ઉપર ફરાર થયેલાં રીઢા ચોર ઈસમ એવાં જયકિશન ઉર્ફે પાંડુ નાઓને પલસાણા તાલુકાનાં વાકાનેડા ગામ ખાતેથી બાતમી આધારે દબોચી લઈ લાજપોર જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો હતો.
પી.આઈ.આનંદ બ્રહ્મભટ્ટ સાહેબનાં નેતૃત્વમાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખુમાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભૌતિક મહેન્દ્રભાઈ નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળી હતીં જે આધારે કાકરાપાર પોલીસ સ્ટેશનનાં ચોપડે નોંધાયેલ ગુનામાં અસ્થાયી જામીન ઉપર ફરાર થયેલાં આરોપી એવાં જયકિશન ઉર્ફે પાંડુ પરભુભાઈ પટેલ ઉંમર વર્ષ ૨૩ રહે ઝરીગામ વચલુ ફળિયું તાલુકો વાસદા જિલ્લો નવસારી નાઓને પલસાણા તાલુકાનાં વાકાનેડા ગામ હળપતિવાસ  ખાતેનાં અશ્વીનભાઇ પટેલ ના મકાનમાંથી આરોપી ને દબોચી લેવામાં આવ્યો હતો. 
ગત તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ તાપી જિલ્લાનાં કાકરાપાર પોલીસ સ્ટેશનમાં બજાજ પલ્સર ૨૨૦ નંબર GJ - ૨૬ - R - ૪૬૭૯ જેની કિંમત રુપિયા ૨૫ હજાર ના ચોરીનાં કેસમાં આરોપી ને લાજપોર જેલમાં કેદ કરવામાં આવ્યો હતો જોકે કોરોના વાયરસની મહામારી ને કારણે ૭ એપ્રિલ ૨૦૨૦ ના રોજ અસ્થાયી જામીન મળતા ૪૫ દિવસ માટે મુક્ત કરવામાં આવ્યો હતો જે અસ્થાયી જામીન ની મુદત ૩૦ ડીસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી આપવામાં આવી હતી જેથી આરોપી જયકિશન ઉર્ફે પાંડુ એ અસ્થાયી જામીન પૂર્ણ થતાં ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ ના રોજ ફરીથી હાજર થવાનું હતું પરતું આરોપી પોતે જામીન મુદત પૂર્ણ થયા બાદ હાજર થવાને બદલે ફરાર થઇ વાકાનેડા ગામ ખાતે આવી રહેવા લાગ્યો હતો.
ઝડપાયેલા આરોપીએ કબુલ કર્યું હતું કે વર્ષ ૨૦૧૯ મા માંડવી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી ગુનામાં તેમજ વર્ષ ૨૦૨૦ મા નવસારી જિલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં લેપટોપ તથાં મોબાઇલ ચોરી ગુનામાં પોતાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો જેથી કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનનાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ શંકરભાઈ નાઓ દ્વારા સરકારશ્રી ની ઈ.ગુજકોપ થીં લોગીન કરી માંડવી તથાં ચીખલી પોલીસ સ્ટેશનનાં મોબાઇલ ચોરીનાં મોડેસ ઓપરેન્ડી વાળા ગુનાઓની તપાસ કરી હતી જે બન્ને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું જેથી આરોપી જયકિશન ઉર્ફે પાંડુ કાકરાપાર તથાં વાસદા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તેમજ માંડવી સહિત ચીખલી પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર થયો હોય આરોપી ને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.