ચલથાણ : પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબી પરિવારો માટે આશીર્વાદ રૂપ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કડોદરા નગર ખાતે સરકાર શ્રી ની બી.એલ.સી.ઘટક યોજના હેઠળ આવાસોનું નિર્માણ થવાં જઇ રહયું છે ત્યારે આ યોજના નો લાભ અંહી પર વર્ષો થીં રહેતા તેમજ ગરીબી રેખા નીચે જીવતા મધુબહેન ના પરિવારો જેવાં જ અન્ય પરીવારો માટે એક નવી આશા લઈને આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે આશીર્વાદ રૂપ બની છે જે પરીવારો પાસે પોતાની જગ્યા છે તેમને સરકાર શ્રી ની આ યોજના નો સીધો લાભ મળી રહ્યો છે વર્ષોથી એક જ સ્થળે વસવાટ કરતા હળપતિ પરિવાર સહિતનાં અન્ય ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે એક નવી આશા લઈને આવી છે આ યોજના સરકાર શ્રી ના BLC ઘટક અંતર્ગત એટલે કે લાભાર્થી ની આગેવાની હેઠળ વ્યક્તિગત મકાન બાંધકામ માટેની પરવાનગી મળી રહીં છે.
કડોદરા નગર હળપતિવાસ ખાતે આ યોજના હેઠળ લગભગ ૩૫ થીં વધું આવાસોનું નિર્માણ થવાં જઇ રહયું છે જે આવાસો અદાજીત ૧૩૦ લાખનાં ખર્ચે નિર્માણ થવાં જઇ રહ્યાં છે જેનું ખાતમુહૂર્ત ગત વર્ષમાં વિસ્તારનાં ધારાસભ્ય તેમજ હાલના રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હળપતિવાસ ખાતે રહેતા સુખલાલ ચિંતામન ચૌહાણ તેમજ વિધવા મહિલા મધુબહેન કાળીદાસ રાઠોડ પરીવાર માટે ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યા છે વિધવા મધુબહેન ને પરિવારમાં એક પુત્ર, વહુ તેમજ તેમને દાદી કહેનાર એક પૌત્ર પણ છે પોતાનાં જીવન કાળમાં નાનકડાં તુટેલા નીચાણવાળા ઘરમાં રહેતા તેમણે કદી પણ વિચાર્યું નહોતું કે તેમને પણ એક દિવસ પાકું ઘર બનશે પરતું તેમણે કદી નહીં જોયેલું આ સપનું સરકાર શ્રી ની આવાસ યોજના હેઠળ સાકાર થવાં જઇ રહ્યું છે સ્વાભાવિક પણે જયારે પોતે જીવન પર્યંત પતિ ની ટુંકી આવકમાં ઘરનાં સભ્યો માટે બે ટકનુ ભોજન ખવડાવીને પોતે ભુખ્યા રહેવું પડતું હોય ત્યાં વળી પાકાં મકાન વિષે વિચાર પણ કઈ રીતે કરી શકે....?
મધુબહેન પોતે આજે પણ ખેતમજુરી કરી પરિવારનાં ગુજરાન ચલાવવામાં મદદ કરી રહ્યા છે પહેલા જ્યારે દર વર્ષે ચોમાસા દરમિયાન નીચાં તેમજ તુટેલા નળીયા અને છાપરાં વાળા ઘરમાં પાણી ફરી વળતાં હતાં જેથી તેમને તથાં તેમનાં પરીવાર ને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી પરતું પ્રધાનમંત્રી શ્રી ની આવાસ યોજના હેઠળ તેમનાં વાડામાં પાછળનાં ભાગે ઘોડિયામાં તડકાથી બચવા વૃક્ષ નીચે સુતેલું બાળક આવનારા ચોમાસા દરમિયાન વરસાદ થીં બચવા પોતાનાં પાકાં ઘરમાં નિરાંત ની નિદ્રા માણતુ જોવાં મળશે.