જૂનાગઢ : અરજદારો સાથે કેશોદ તાલુકાના TDOએ કર્યુ ગેરવર્તન

ગૌચર ની જમીન માં પાડોદર ગામના અનેક લોકો દ્વારા બિન કાયદેસર કબ્જો કરેલ છે તેની રજૂઆત કરવા જતા TDO સાહેબ દ્વારા અરજદાર ની સાથે ગેર વર્તન કરવામાં આવ્યુ અને આ બાબત અંગે નો અરજદાર પાસે વિડિઓ શૂટિંગનું પણ સબૂત છે
આવા ભ્રષ્ટ અને ચારિત્રય હિન અધિકારી હોય તેમજ આવા અધિકારી તેની કચેરીમાં રહેલા મહિલા કર્મચારીઓની પણ માન ન રાખતા હોય અને તેમની કચેરી ના અન્ય કર્મચારીઓની સામે ભૂંડી ગાળો બોલી અને ખરાબ વર્તન કરેલ છે તેમજ કેશોદ તાલુકા પંચાયત હેઠળ આવતા સોંદરડા, મેસવાણ, ખમીદાણા, અગતરાઈ, શેરગઢ વગેરે જેવા ગામોમાં વિકાસના કામો માં ગેર રીતી થતી હોય તેમજ નબળી ગુણવતા વાળા કામોની અનેક અવાર - નવાર ફરિયાદો થયેલ હોવા છતાં તે ફરિયાદ અંગે કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી આ બાબતે અવાર નવાર રજૂઆતો કરતા ગ્રામ જનો સાથે TDO સાહેબ લાજવા ની જગ્યાએ ગાજવા લાગ્યા અને રજુઆત મટે ગયેલા લોકો સાથે અભદ્ર ભાષા નો પ્રયોગ કરતા પણ અચકાયા નહિ આ બાબતે ઉચ્ચ અધિકારી ઓ હવે ગ્રામ જનો ને ગૌ ચર ખુલ્લું કરાવી આપવા માં મદદ કરશે કે એ પણ એ પણ તાલ સાથે તાલ મિલાવશે એતો આવનારો સમય જ બતાવશે