નવા આર્થિક રાહત પેકેજ પહેલા મોદી સરકારને પૂર્વ આરબીઆઇની ટકોર શું છે જાણો

નવા આર્થિક રાહત પેકેજ પહેલા મોદી સરકારને પૂર્વ આરબીઆઇની ટકોર શું છે જાણો

આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજે કહ્યું હતું કે નાણાંપ્રધાન નિર્મલા સીતારામન ટૂંક સમયમાં નવા રાહત પેકેજની ઘોષણા કરશે જેને લઇ પૂર્વ આરબીઆઇ ગવર્નર બિમલ જાલાને મોદી સરકારને ટકોર કરી હતી. કોરોના મહામારીના કારણે ભારતીય અર્થતંત્ર પર થયેલી મંદીની અસરની વચ્ચે જ્યાં મોદી સરકાર દ્વારા અર્થતંત્રને લઈને નવા રાહત પેકેજની ઘોષણાની ચર્ચાઓને લઈને જ્યારે લોકોમાં અપેક્ષા જાગી છે ત્યારે RBI ના પૂર્વ ગવર્નરે બિમલ જાલાને કહ્યું હતું કે નવું પેકેજ જાહેર કરતાં પહેલા સરકારે જૂના જાહેર કરેલા પેકેજના પૈસા ખર્ચ કરવા જોઈએ। મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને રાહત આપવા પ્રોત્સાહક પેકેજો જાહેર કર્યા હતા અને હવે સરકાર વધુ નવું એક પેકેજ લાવવાની વિચારણા કરી રહી છે. રોગચાળાથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે કોઈ નવા પ્રોત્સાહન પેકેજની હાલ જરૂર નથી. મહત્વનું એ છે કે સરકારે જે પેકેજ અગાઉ જાહેર કર્યું છે તેના પૈસા ખર્ચવા।
બિમલ જાલાને વધુમાં જણાવ્યું હતું હતું કે મારું માનવું છે કે આર્થિક પેકેજ પહેલેથી જ આપવામાં આવ્યું છે અગાઉ જે જાહેરાત કરી છે તે ખર્ચ કરવાની જરૂર છે. આ સિવાય વિવિધ ઘોષણાઓને અમલમાં મૂકવાની જરૂર છે. રાજકોષીય ખાધના લક્ષ્યાંકને ફરીથી વધારવા કરતા આ પગલું વધુ મહત્વનું છે
સરકારે મે મહિનામાં 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. જાહેર કરેલા તમામ નાણા ખર્ચ કરી ચૂક્યા છો તો નાણાકીય ખાધને વધારવી જોઈએ. અત્યાર સુધીમાં સરકારે 3 રાઉન્ડના સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે.
RBI ના પૂર્વ ગવર્નરે કહ્યું, એવી અપેક્ષા છે કે નોકરીઓ અને અર્થતંત્રમાં થયેલા નુકસાનની ભરપાઇ 2021 ના ​​અંત સુધીમાં થતી જશે. જો કે કોવિડ -19 નું સંકટ આગામી મહિનાઓમાં ફરી શરુ નહિ થાય તો 2021-22માં અર્થતંત્રની સ્થિતિમાં ચોક્કસપણે સુધારો થશે. વર્ષ 2021-22માં વિકાસ દર 6 થી 7 ટકા હોઈ શકે છે. આપણે વ્યવસ્થા કરવી પડશે કે કોરોનાનું સંકટ વધી તો નથી રહ્યું ને ?
RBI ના હાલના અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 9.5 ટકાનો ઘટાડો થશે તે જ સમયે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF અને વિશ્વ બેંકે ભારતીય અર્થવ્યવસ્થામાં 10.3 ટકા અને તે બાદ 9.6 ટકાના ઘટાડાની આગાહી કરી છે.