નવસારી : 20 ગુજરાત બટાલીયન એન.સી.સી. કેમ્પનું આયોજન કરાયું

નવસારી દ્વારા ત્રિદિવસીય CATC કેમ્પનું આયોજન દાબુ લો- કોલેજ ના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાની વિવિધ કોલેજના કેડેટસ્ ઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કેમ્પનું સંપૂર્ણ આયોજન 20 ગુજરાત બટાલીયન એન.સી.સી .ના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સુનીલ માન તથા એડમ ઓફિસર કર્નલ નાગેન્દ્ર પિલ્લાઈ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેડેટસ્ ને આર્મી સંલગ્ન વિષયો અને પ્રવૃત્તિઓથી માહિતગાર કરી તાલીમ આપવામાં આવી જેવીકે મેપ રીડિંગ, ડ્રીલ, વેપન ટ્રેનિંગ તથા એકતા અને અનુશાસન તથા શિસ્તનું પાલન કરતા શીખવ્યું હતું. રાયફલ ના વિવિધ ભાગો વિશે તથા ફાયરિંગ વખતે કયા પ્રકારની સ્થિતિ રાખવી તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા જો તમે યુનિટ થી વિખુટા પડી જાઓ ત્યારે કઈ રીતે પોતાના સ્થાન સુધી પહોંચી શકાય તે અંગે મેપ રીડિંગ ની ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી. આ કૅમ્પની સંપૂર્ણ પ્રવૃત્તિઓ દરમિયાન સરકાર શ્રી ના આદેશ મુજબ કોરોના મહામારી ને ધ્યાનમાં લઈને સામાજિક અંતર જાળવવામાં આવ્યું હતું. દરરોજ કેડેટ્સ ના હાથ સેનેટાઈઝ કરીને શરીરનું તાપમાન માપી અને નવા માસ્ક પણ આપવામાં આવ્યા હતા