ભાવનગર : લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માસ્ક ડ્રાઈવનું આયોજન કરાયું

શહેર-જિલ્લામાં વધતાં જતાં કોરોના ના સંક્રમણને ખાળવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ આદેશો કરવામાં આવ્યા છે જેમાં પોલીસ તંત્ર ને પણ હુકમ કરવામાં આવ્યો છે કે લોકોમાં માસ્ક,સોશ્યિલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવે જે અંતર્ગત આજરોજ શિશુવિહાર સર્કલ ખાતે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માસ્ક ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક બેદરકાર લોકો ને માસ્ક વિના ઝડપી લઈ આવા આસામીઓ વિરુદ્ધ દંડાત્મક-શિક્ષાત્મક કામગીરી હાથ ધરવામાં આવી હતી.