સુરત : કરફ્યુ દરમ્યાન બિન્દાસ ચોરો સ્પોટર્સ બાઈકની ચોરી કરી ફરાર

સુરતમાં રાત્રી કરફ્યુ અમલમાં છે ત્યારે આમ જનતાને બહાર નિકળવાની મનાઈ છે જો કે ચોરો આરામથી ચોરીને અંજામ આપતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વેડ ગામમાંથી રાત્રી કરફ્યુ દરમ્યાન બિન્દાસ ચોરો મોંઘીદાટ સ્પોટર્સ બાઈકની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. જ્યારે આ મામલે પોલીસે હાલ માત્ર અરજી લીધી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યુ હતું.
સુરતમાં કોરોનાની મહામારીને લઈ રાત્રી કરફ્યુ અમલમાં છે અને જો કોઈ આમ પ્રજા રાત્રી કરફ્યુ દરમ્યાન બહાર ફરતી દેખાય તો તેની સામે તંત્ર દ્વારા કડક પગલા લેવાઈ છે. જો કે ચોરોને આમાંથી બાકાત રખાયા હોય તેમ લાગી રહ્યું છે. સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં વેડગામ ખાતે રાત્રીના સમયે તસ્કરોએ લાખોનો હાથફેરો કર્યો હતો. જેમાં તસ્કરોએ વેડગામમાં એક મકાન બહાર પાર્ક મોંઘેરી સ્પોર્ટસ બાઈકની ચોરી કરી હતી. ચોરી કરતા ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈ પોલીસ ફરિયાદ કરવા જતા પોલીસે માત્ર અરજી લીધી હતી.
એક તરફ કોરોનાની મહામારીને લઈ રાત્રી કરફ્યુ લદાયુ છે અને લોકો ઘરોમાં હોય ત્યારે ચોરો બિન્દાસ્ત ચોરી કરી જતા હોવાને લઈ પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.