સુરત : ગાંધીના ગુજરાતમાં દારૂ પકડાવાનો સિલસિલો યથાવત

ગાંધીના ગુજરાતમાં દારૂ પકડાવાનો સિલસિલો યથાવત: દમણના બુટલેગરે મોકલેલો દારૂ ઓલપાડના કમરોલી પોહચે એ પહેલાં સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી
પોલીસથી બચવા બુટલેગરો નિત નવા કિમીયા અજમાવે છે ત્યારે બુટલેગરના કિમીયાનો પર્દાફાશ સુરત પોલીસ કરી નાખે છે...ભંગારની આડ માં દમણ ના બુટલેગરે ઓલપાડના લિસ્ટેડ બુટલેગરને દારૂ ભરેલી ટ્રક મોકલી પણ કમરોલી પોહચે એ પહેલાં પોલીસે તેને ઝડપી પાડી.ટ્રક ના ડ્રાયવર સહિત ક્લીનરને ઝડપી પાડ્યા..પોલીસ તપાસમાં દારૂ દમણના સદ્દામ તથા શાહરુખ વેદપ્રકાસે મોકલો હોવાનું બહાર આવ્યું.આ આ દારૂ ઓલપાડના કમરોલી ગામના લિસ્ટેડ બુટલેગરે મંગાવ્યો હતો.પોલીસે બેને ઝડપી પાડ્યા જ્યારે 3 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી