સુરત : નકલી રેમડેસીવીર ઈન્જેકશન મામલે મુખ્ય સુત્રધારને વોન્ટેડ જાહેર કર્યો

ગુજરાતના સૌથી મોટી નકલી રેમડેસીવીર ઈન્જેકશન કૌભાંડને મોરબી પોલીસે ઝડપી પાડ્યા બાદ સુરતમાં પણ ઈન્જેકશન રાખનાર એકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મુખ્ય સુત્રધાર અડાજણના કૌશલ વોરાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ટોળકી ગ્લુકોઝ અને મીઠુ નાંખી રેમડેસીવીર ઈન્જેકશન બનાવતી હતી.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી પોલીસે ઝડપી પાડેલી રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર ઈન્જેકશન કૌભાંડનો રેલો સુરત સુધી આવી પહોંચ્યો હતો. સુરતના ઓલપાડમાંથી આખી ફેક્ટરી ઝડપાઈ હતી અને રોકડ સહિત કરોડોનુ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તો સુરતના અડાજણના પરશુરામ ગાર્ડન પાસે આવેલ સી.એમ. રેસીડેન્સીમાં દરોડા પાડી ત્યાંથી જયદેવસિંહ ઝાલાને પણ ઝડપી પાડી તેની પાસેથી નકલી રેમડેસીવીર ઈન્જેકશન અને મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી. તો જયદેવસિંહ ઝાલાને પણ કૌશલ વોરાએ નકલી ઈન્જેકશન આપ્યા હોય જેથી તેને ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યો હતો.
હાલ મોરબી પોલીસ સાથે હવે સુરત ક્રાઈમ બ્રાન્ચે પણ નકલી રેમડેસીવીર ઈન્જેકશન મામલે તપાસ શરૂ કરી છે.