સુરત : પાંડેસરા ગોલ્ડન આવાસ પાસે બે ઈસમો પર જીવલેણ હુમલો

પાંડેસરા ગોલ્ડન આવાસ પાસે બે ઈસમો પર ત્રણ ઈસમોએ ચપ્પુ અને કાચની બોટલોથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા બન્ને ઈસમોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં.
પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ ગોલ્ડન આવાસ પાસેથી પસાર થતા ફજલ શેખ સહિત બે ઈસમો પર બે છોકરા સાથે એક માથાભારે ઈસમે જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ અને કાચની બોટલોથી બન્ને યુવાનો પર હુમલો કરાતા યુવાનોને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે પહોંચી ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.