સુરત બ્રેકીંગ : સુરતની સ્થિતિ ભયાવહ - મૌતના આંકડા છુપાવાનો ખેલ - સ્મશાન બહાર લાગી લાઈનો

સુરત શહેરમાંકોરોનાએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે જેને લઇ છેલ્લા 24 કલાકમાં 60 કરતાં વધુનાં મોત થયાં જેમના કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જે જોતાં લાગી રહ્યું છે કે સુરત પાલિકા તંત્ર કોરોનાથી થતા મોતના આંકડા છુપાવી રહ્યું છે. 2 - 4 દિવસ પહેલા સુરત પાલિકા દ્રારા સરકારી ચોપડે 4 થી 5 મૌત થયાના આંકડા જાહેર કરાયા હતા ત્યારે પણ સ્મશાન બહાર લાઈનો લાગી હતી અને ફરી ગત રોજ મનપાએ માત્ર 8 લોકોનાં કોરોનાથી મોત થયાનું દર્શાવ્યું છે જયારે આજે વાયરલ વીડિયોમાં ચિત્ર કંઈક જુદી જ પરિસ્થિતિ દર્શાવી રહ્યું છે. જેને લઇ સ્મશાન ગૃહ ખાતેથી મળતી માહિતી મુજબ આજે 60 કરતા વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કોરોના ગાઇડલાઇન મુજબ કરાયા છે.
મહારાષ્ટ્રના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી નોંધનીય વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની અંદર કોરોના સંક્રમણના વિસ્ફોટની સ્થિતિ સર્જાય છે. નંદુરબાર શહેરમાં વેન્ટિલેટરની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી ત્યાં દર્દીઓને સારવાર મળી નથી. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના દર્દીઓ પણ સુરત સિવિલમાં સારવાર લેવા પહોંચતાં સ્થિતિ વધુ દયનીય બની છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર મિનિટે 2 કોરોના સંક્રમિત દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી રહ્યા છે. સુરત શહેરમાં ચારે તરફ 108 ના સાયરન સંભળાઈ રહ્યા છે.


ambulance
ગત રોજ ખાનગી અને સરકારી હોસ્પિટલોના 100 થી વધુ મૃતદેહો સ્મશાન પહોંચાડવામાં આવ્યા હતા. કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરતી એક સંસ્થા જ થોડા દિવસોથી રોજના 30 થી 40 મૃતદેહો અને સરકારી હોસ્પિટલની મળી કુલ ડેથ બોડી 60 લઇ જાય છે.


death
ગત રોજ અશ્વિનીકુમાર સ્મશાનમાં 39 જેટલા મૃતદેહ હતા તો જહાંગીરપુરા સ્મશાનમાં 35 જેટલા મૃતદેહ હતા અને જહાંગીરપુરા કુરૂક્ષેત્ર ખાતે 10 થી 12 મૃતદેહોની નોંધણી સ્મશાનમાં પણ છે. જોકે કોરોના ગાઇડલાઇન સાથે અંતિમક્રિયા કરતા અને આ પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ લોકો આ અંગે કોઈ માહિતી આપવા તૈયાર નથી. તંત્ર આડકતરી રીતે તેમને પણ દબાણ કરી રહી છે કે સાચી હકીકતની કોઈ સાથે ચર્ચા કરવી નહીં.


smshan
સુરતમાં કોરોનાની સ્થિતિ એવી ગંભીર થઈ ગઈ છે કે કોરોનામાં દરરોજ અનેક મોત થઈ રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા કોરોનામાં થયેલા મૌતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. ગતરોજ સ્મીમેર હોસ્પિટલમાં થયેલા 15 દર્દીનાં મોતની સામે એકપણ મોત દર્શાવવામાં આવ્યું નથી તો બીજી તરફ નવી સિવિલ કેમ્પસમાં તાત્કાલિક બનાવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં પણ 10 નાં મોત થયાં હતાં. આમ આ બે જ હોસ્પિટલ મળીને 25 નાં મોત થયાં છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં થયેલાં મોતની સંખ્યા અલગ છે. છતાં તંત્ર દ્વારા સુરતમાં કોરોનાથી માત્ર 8 નાં જ મોત દર્શાવવામાં આવ્યાં છે જે દર્શાવે છે કે તંત્ર દ્વારા કોરોનાથી થઈ રહેલાં મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે તેમજ સરકારી અધિકારીઓ મોતના આંકડાને લઇ મોટી રાજરમત રમી રહી છે જેને લઇ મૌતના હકીકતના આંકડા છૂપાવી રહી છે.
સુરત શહેરની અંદર ગયા વર્ષે જે સ્થિતિ નિર્માણ પામી હતી તેના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ સર્જાય રહી છે. વહીવટી તંત્ર દ્રારા ભલે ખુલીને કોઈ વાત ન કરવામાં આવતી હોઈ પરંતુ સુરત શહેરની અંદર મૃત્યુઆંક ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર જ ભયાનક સ્થિતિ જોવા મળતી હોય તો શહેરના અન્ય ખાનગી હોસ્પિટલની સ્થિતિ શું હશે તે આંકડાઓ ઉપરથી સમજી શકાય છે. કોરોનાથી થતા મૌતને કારણે આજે સ્મશાનમાં પણ મૃતદેહોના અંતિમસંસ્કાર માટે વેઈટિંગ ચાલી રહ્યું છે.


ashvanikumar
સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે લોકોએ હવે પોતે સુરક્ષિત રહેવાની જરૂર છે. આજ પ્રકારની સ્થિતિ રહેશે તો આગામી સપ્તાહમાં શહેરમાં લાશોના ઢગલા ખડકેલાં જોવા મળી શકે છે ત્યારે વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો થશે. હાલ શબવાહિનીઓ અને એમ્બ્યુલન્સ કલાકો સુધી સ્મશાન ગૃહની બહાર લાંબી કતારમાં જોવા મળી રહી છે.
સુરત સિવિલ હોસ્પિટલની અંદર સ્થિતિ ખૂબ જ ગંભીર થઇ રહી છે. યુવાનોના મોતનો આંકડો પણ હવે વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. યુવાનોએ પણ ખાસ કાળજી લેવાની જરૂર છે કે કોરોના સંક્રમણ વધતા હવે કોઈના ઉપર દોષનો ટોપલો નાખવા કરતા પોતે જ પોતાની સુરક્ષા કરવી હિતાવહ છે. સુરત સિવિલ હોસ્પિટલના દ્રશ્યો ભયાવહ દેખાઈ રહ્યા છે જેમાં લોકો પોતાના સગા વ્હાલા દર્દીઓને ખાવાનું આપવા માટે લાંબી કતારમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર દર મિનિટે 2 કોરોના સંક્રમિત દર્દીઓ ખૂબ જ ક્રિટિકલ કન્ડીશનમાં આવી રહ્યા છે. હવે દરેક વ્યક્તિ એ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખતા કામ વગર બહાર ન નીકળવું જોઈએ તેમજ માસ્ક અને સોસીયલ ડીસ્ટન્સના પાલન કરતા વારંવાર હાથ ધોવા અને સૅનેટાઇઝ કરવા તેમજ સરકાર દ્રારા આપવામાં આવતી વેક્સીનને તાત્કાલિક લઇ લેવી જરૂરી બની છે.