સુરત : મનપા દ્વારા શાળાઓમાં રેપીડ ટેસ્ટ શરૂ કરાયા

સુરતમાં હાલ કોરોના બેકાબુ થઈ રહ્યો છે ત્યારે શાળા અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોય જેને લઈ સુરત મનપા દ્વારા શાળાઓમાં પણ રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે. જે અંતર્ગત રાંદેર ઝોનની એક શાળામાં વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. હાલ શાળા અને કોલેજો શરૂ થઈ છે ત્યારે શાળા કોલેજોમાં પણ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. અને શાળાઓ થતા કોલેજોમાં તપાસ કરી જ્યાં પણ એસ.ઓ.પી.નું પાલન ન કરાતુ હશે તેવી શાળા અને કોલેજો બંધ કરાવવા જણાવ્યુ છે. ત્યારે રાંદેર ઝોન વિસ્તારમાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા હોય જેને લઈ રાંદેર ઝોન વિસ્તારની શાળાઓમાં સુરત મહાનગર પાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કરાયા હતાં. શાળઆ કોલેજ હાલ સુપર સ્પ્રેડરની ભુમિકામાં આવી રહ્યા હોય જેને લઈ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરેક શાળાઓમાં જઈ બાળકોને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.