સુરત : વેસુ વિસ્તારમાં બેફામ દોડી રહેલી એક સ્વીફ્ટ કારે મારી પલ્ટી

વેસુ વિસ્તારમાં બેફામ દોડી રહેલી એક સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પર પલ્ટી મારી ગઈ હતી. જો કે સદનસીબે કારમાં બેસેલા યુવાનને સામાન્ય ઈજા પહોંચી હતી.
સુરતમાં કાર અને બાઈક ચલાવનારા કેટલાક લોકો બેફામ રીતે હંકારી પોતાની અને લોકોની જીંદગી સાથે રમત રમે છે. ત્યારે આવો જ એક બનાવ વેસુમાં બન્યો છે. જેમાં બેફામ જઈ રહેલા સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ હતી. જેને લઈ કારમાં સવાર યુવાનને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને લઈ લોકો ભેગા થતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.