સુરત : સરથાણા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયાઓને ઝડપી પાડ્યા

સરથાણા પોલીસે સીમાડાગામ વાલમ નગર પાસેથી ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે બેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.
સરથાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે સીમાડાગામ વાલમ નગર પાસે ટેમ્પો લઈ પસાર થતા વલસાડના ડુંગરનાથ ગૌશ્વામી અને સણીયા હેમાદ ગામ ખાતે રહેતા ચંદન યાદવને આંતરી ટેમ્પાની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બન્ને ખેપિયાઓની ધરપકડ કરી હતી. અને પુછપરછ કરતા દારૂનો જથ્થો માતૃશક્તિ સોસાયટીમાં રહેતા કલ્પેશએ ભરત મેઘવાલ પાસેથી મંગાવ્યુ હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ટેમ્પો અને દારૂનો જથ્થો મળી 2 લાખ 42 હજારથી વધુની મત્તા સાથે બન્ને ખેપિયાની ધરપકડ કરી દારૂ મંગાવનારા બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.