હળવદ : ઘઉના પાકના વાવેતરના પારા ઉપર ખેડુતે કર્યુ સૂરજમુખીનુ વાવેતર

હળવદના ચંદ્રગઢના ખેડુતે પોતાની કોઠાસૂઝથી ઘઉના વાવેતરમાં પારા ઉપર માત્ર 650 રૂપિયાના નજીવા ખર્ચે સૂરજમુખીનુ વાવેતર કર્યુ છે જેમાં 25 વીઘાના ખેતરમાં 6 કિલો સૂરજમુખીનુ બિયારણ જેનો ખર્ચ માત્ર 4 હજાર જેટલો અને તેનુ ઉત્પાદન વીઘા દીઠ 8 મણ જેટલું થાય છે જેનો બજારભાવ 1200ની આજુબાજુ મળી રહે છે તો સાથે સાથે ઘઉના પારા ઉપર સૂરજમુખીનુ વાવેતર કરવાથી નિંદામણ, જંતુનાશક દવાઓ,વધારાનો કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી એટલે વીઘા દીઠ 10 હજારનુ વધારાનુ ઉત્પાદન મેળવ્યું છે.
કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર ઘઉના પાકના વાવેતરના પારા ઉપર ઘઉની સાથે જ 100 દિવસોમાં પાકતી સુરજમુખીનુ વાવેતર કરવામાં આવ્યું છે જેમાં માત્ર 65 રૂપિયાની આજુબાજુ કિલોમા આસાનીથી બિયારણ મળી જાય છે અને પારા ઉપર એક ફુટ જેટલા અંતરે તેનું વાવેતર કરવામાં આવે છે.
સુરજમુખીનુ વાવેતર ઘઉમા મિશ્ર પાક તરીકે વાવેતર કરવામાં આવ્યો છે જેનાથી ઘઉના પાકમા આવતો રોગ તેમજ નિદામણ પર અંકુશ મુકી શકાય છે જ્યારે સુરજમુખીનો ઉપયોગ તેલીબિયાં પાક તરીકે ઉપયોગ થાય છે અને ખેડુતોની જમીનમા નિતાર શક્તિમા વધારો થાય છે અને વધારાનુ 10 હજાર ઉત્પાદન મળે છે તો સાથે હ્દય રોગના દર્દીઓ માટે સુરજમુખીનુ તેલ આદર્શ ગણાય છે.